રાજકોટ જેલમાં દીકરાની મુલાકાતે આવેલા માતાનું ખોવાયેલું પર્સ પોલીસમેને પરત કર્યુ
પોલીસની ઈમાનદારીનો એક કિસ્સો સામે આવ્યો છે.જે જોઈને તમને પણ ગર્વ થશે.રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ આરોપી જયદીપભાઈ અરવિંદભાઈ સીતાપરાની મુલાકાતે આવેલ તેમની માતા ઉષાબેન અરવિંદ સિતાપરા તેમજ બહેન રીનાબેન મુકેશભાઈ કુનપરાનું ખોવાયેલું પર્સ જેલ પોલીસના અજયસિંહ રાઠોડે તેમને હેમખેમ પહોંચાડીને તેમની ફરજ નિષ્ઠા દર્શાવી છે.
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આરોપી જયદીપભાઈ અરવિંદભાઈ સીતાપરાની મુલાકાતે આવેલ તેમની માતા ઉષાબેન અરવિંદ સિતાપરા બહેન રીનાબેન મુકેશભાઈ કુનપરાનું પર્સ ગુમ થવાની ઘટના બની હતી.જોકે પોલીસ કર્મચારીઓની સતર્કતા અને પ્રમાણિકતાના કારણે આ પાકીટ મળી આવ્યું છે.જેલમાં ફરજ બજાવતા અને રાઉડી રાઠોડના હુલામણા નામે જાણીતા કોન્સ્ટેબલ અજયસિંહ રાઠોડએ આ પાકીટ જોઈને તુરંત જ તપાસ શરૂૂ કરી હતી.પાકીટમાં રોકડ રકમ અને અન્ય મહત્વના દસ્તાવેજો હતા.પોલીસએ આ દસ્તાવેજોના આધારે પાકીટના માલિકની ઓળખ મેળવી અને તેમનો સંપર્ક કરી પર્સના માલિકને સુપ્રત કરવામાં આવ્યા હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે,અજયસિંહ રાઠોડ કે જેઓનું હુલામણું નામ રાઉડી રાઠોડ છે તેઓ જેલના કેદીઓ માટે કડક સ્વભાવના છે.ભલભલા ગુનેગારો પણ તેમનાથી ફફડી ઉઠે છે.
પાકીટના માલિકે પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા અને નિષ્ઠા બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો.આ ઘટના પોલીસ કર્મચારીઓની પ્રમાણિકતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ છે. તેઓએ ફક્ત પોતાની ફરજનું પાલન જ નથી કર્યું, પરંતુ એક નાગરિકની મદદ કરીને માનવતાની ભાવનાનું પણ પ્રદર્શન કર્યું છે.