For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત

02:05 PM Nov 19, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત

સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા.

Advertisement

આ ઘટના સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બની હતી. લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી ત્યારે રાઘવદાસ વૈષ્ણવ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

હોસ્પિટલમાં હાજર ડોકટરોની ટીમે તેમને બચાવવા માટે સતત સી.પી.આર. સહિતની સારવાર શરૂૂ કરી હતી. જોકે, ગંભીર હાર્ટ એટેકને કારણે ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા.

Advertisement

ખેલ મહાકુંભમાં ભાગ લેનાર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા, પરંતુ અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ લઈ જતા ડોકટરે હાર્ટ એટેક આવ્યાનું જણાવી મૃત જાહેર કર્યા. સી.યુ. શાહ હોસ્પિટલના ડોકટરે પણ પુષ્ટિ કરી કે હાર્ટ એટેક ગંભીર હોવાથી તેમને બચાવી શકાયા ન હતા.

મળતી માહિતી મુજબ એમનો નાનો ભાઈ નિરંજન પણ પાંચ વર્ષ અગાઉ અમદાવાદ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા કરતા એટેક આવતા અકાળે મોતને ભેટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં, કોરોના મહામારી પછી ગરબા, ક્રિકેટ કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન નાની-મોટી વયના લોકોના અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement