For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંજૂરી વગરની 31 ડિસેમ્બરની પાર્ટીઓ પોલીસ બંધ કરાવશે

04:33 PM Dec 26, 2024 IST | Bhumika
મંજૂરી વગરની 31 ડિસેમ્બરની પાર્ટીઓ પોલીસ બંધ કરાવશે

31 ડિસેમ્બરને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકોટ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે. શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે. 31 ડીસેમ્બરની યોજાતી પાર્ટીની પોલીસ મંજુરી લેવી ફરજિયાત છે.ત્યારે રાજકોટમાં મંજુરીવિનાની ન્યુ યર પાર્ટીને પોલીસ બંધ કરાવશે. પોલીસ વિભાગમાં હાલ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટેની પાર્ટી માટે માત્ર 4 અરજી આવી છે જેને પોલીસ મથકના અભિપ્રાય માટે મોકલવામાં આવી છે. સ્થાનિક પોલીસ મથકન આભિપ્રાય બાદ મંજુરી આપવામાં આવશે.

Advertisement

રાજકોટમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ડ્રગ્સ કે અન્ય કોઈ નશાનું કે દારૂૂનું સેવન ન થાય તે માટે પોલીસ સઘન ચેકીગ કરશે. પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ડીસીપી સહિતના પોલીસ અધિકરીઓના સુપરવીઝીંગ હેઠળ પોલીસની અલગ અલગ ટીમો વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી કરશે. ખાસ કરીને નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે. જેને અટકાવવા માટે પોલીસ અને એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ સાથે વાહનચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચેકિંગ કરશે. ડ્રગ્સનું સેવન કરનારાને પકડવા માટે ડ્રગ્સ ડિટેક્શન એનેલાઇઝર મશીનના ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે. આ મશીન જે કોઈ પણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે.

મશીન સાથેની કિટમાં સલાઈવા લેવાનું સાધન છે. શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કિટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ 60 સેક્ધડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે. અગાઉ લોહીનાં સેમ્પલની તપાસ માટે 7 દિવસનો સમય લાગતો હતો, પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂૂપ થશે. ડ્રગ્સ પાર્ટી પર સીધી કાર્યવાહી ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે. ન્યૂ યર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે.

Advertisement

ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી માટે આ મશીન મહત્ત્વનું હથિયાર બનશે નાર્કોટિક ડ્રગ્સના કેસો માટે એસઓજી સહીતની પોલીસ ટીમ કાર્યરત રહેશે.રાજકોટ આસપાસ ખાનગી ફાર્મ હાઉસમાં ચાલતી દારૂૂની પાર્ટી ઉપર પણ પોલીસ ખાસ વોચ રાખશે તેમજ રાજકોટ શહેરને જોડતા તમામ ધોરીમાર્ગ અને એન્ટ્રી પોઈન્ટ ઉપર પોલીસનું ચેકિંગ રહેશે. થર્ટી ફર્સ્ટની ઉજવણી હવે નજીક છે. આ દરમિયાન પાર્ટી કરવા માટે દારૂૂની હેરફેર પણ વધી જતી હોય છે. થર્ટી ફર્સ્ટમાં દારૂૂ તેમજ નાર્કોટિક્સ પદાર્થોની હેરાફેરી, વેચાણ તેમજ સેવન રોકવા માટે રાજકોટ પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને જવાનોને નાકાબંધી - પેટ્રોલિંગ કરીને દેશી વિદેશી દારૂૂની પ્રવૃતિઓ ઉપર ધોંશ બોલાવી દેવા એક્ટિવ કરી દેવાયા છે. દેશી વિદેશી દારૂૂની હેરફેર, વેચાણ અને છાકટા બનીને ફરતા યુવાનોને પકડવા માટે પોલીસ દ્વારા 31 મી ડિસેમ્બર સુધી પ્રોહીબિશન ડ્રાઈવ ચલાવવામાં આવશે. નાકાબંધી કરીને સઘન વાહનચેકીંગ કરી વિદેશી દારૂૂની હેરાફેરી ઉપર પણ પોલીસને વોચ રાખવાની પોલીસ કમિશ્નર દ્વારા સૂચના આપી દેવાઈ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement