For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ : ચાર બોટધારક સામે ફરિયાદ

12:39 PM Dec 30, 2023 IST | Bhumika
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બંદરો પર પોલીસનું સરપ્રાઈઝ ચેકિંગ   ચાર બોટધારક સામે ફરિયાદ

સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે સુરક્ષા કવચ હેઠળ ગઈકાલે તમામ જિલ્લાના બંદરો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અડધો ડઝન જેટલા બંદરો પર અલગ અલગ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરી ફીશરીઝ એકટની કલમનો ઉલ્લંઘન કરતાં ચાર બોટ ધારકો સામે ગુના નોંધવામાં આવ્યા છે.

Advertisement

સૌરાષ્ટ્રનાં સાગર કાંઠે છેલ્લા ઘણા સમયથી ઘુષણખોરી અને ડ્રગ્સ સપ્લાયના બનાવો વધી રહ્યાં છે ત્યારે ગઈકાલે સુરક્ષા કવચ હેઠળ સૌરાષ્ટ્રનાં તમામ બંદરો પર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લાના પોલીસ વડાઓએ અલગ અલગ ટીમો બનાવી બંદારો પર સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યુ હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતીશ પાંડેના માર્ગદર્શન હેઠળ એસઓજી, મરીન પોલીસ, આઈબીની અલગ અલગ ટીમો બનાવી ઓખા, બેટ દ્વારકા, ડાલ્ડા બંદર, રૂપેણ બંદર, સલાયા બંદર, વાડીનાર બંદરમાં ચેકીંગ હાથ ધરી બોટના રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવ્યા હતાં.

Advertisement

અગલ અલગ ટીમો દ્વારા કુલ 183 જેટલી બોટોનું રજીસ્ટ્રેશન ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ચાર બોટ ધારકોએ નિયમનો ઉલ્લંઘન કર્યો હોવાનું તપાસમાં માલુમ પડતાં આ ચારેય બોટના માલિકો સામે ફીશરીઝ એકટની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. બોટ ચેકીંગ કોમ્બીંગ દરમિયાન માછીમારોને દરિયાઈ વિસ્તારમાં માછીમારી કરતાં સમયે જો કોઈ અજાણી બોટ જણાઈ આવે કે જો કોઈ શંકાસ્પદ હિલચાલ જણાઈ આવે તો તાત્કાલીક સ્થાનિક પોલીસ અને સુરક્ષા એજન્સીનો સંપર્ક કરવા પણ ખાસ સુચના આપી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement