For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રોડ સેફ્ટી ટ્રાફિક મેેનેજમેન્ટ માટે પોલીસનો ‘મેપલ્સ’ સાથે કરાર

03:52 PM Nov 18, 2025 IST | admin
રોડ સેફ્ટી ટ્રાફિક મેેનેજમેન્ટ માટે પોલીસનો ‘મેપલ્સ’ સાથે કરાર

સ્વદેશી એપ મેપલ્સ થકી નેવિગેશન, બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટની પણ માહિતી મળશે

Advertisement

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત, તમામ વિભાગો સાથે ખાસ બેઠક યોજીને સ્વદેશી અપનાવવાના મુદ્દા પર ભાર મૂક્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શનમાં સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા સ્વદેશી એપ મેપલ્સ સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અને રોડ સેફ્ટી માટે ખાસ સમજૂતી કરાર કરવામાં આવ્યા છે.

મેપલ્સમાં ખાસ ફિચર્સ અપડેટ કરાયા: હવે નાગરિકોને નેવિગેશનની સાથે સાથે બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરી અપડેટ આપશે બંધ કરાયેલા રોડ, પ્લાન્ડ રોડ ક્ધસ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલી જેવી માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેથી નાગરિકો વૈકલ્પિક રૂૂટ પસંદ કરી શકશે

Advertisement

ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે.
MoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી પ્લાન્ડ રોડ ક્ધસ્ટ્રક્શન/રિપેર એક્ટિવિટિઝ તથા રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂૂટ પસંદ કરી શકશે.

આ ખજ્ઞઞના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂૂ થઈ ચૂક્યું છે.
ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે.

કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement