ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

હળવદના ઓડ પાસેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી બિયર ભરેલી કાર ઝડપી લીધી: ચાલક ફરાર

12:10 PM Aug 24, 2024 IST | Bhumika
Advertisement

હળવદ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે હળવદના ડુંગરપુરથી રણજીત ડાયા કોળી નામનો શખ્સ સ્કોર્પિયો કારમાં બીયરના જથ્થાની હેરાફેરી કરતો હોય અને ઓડ ગામ પાસેથી પસાર થવાનો હોય આં બાતમી આધારે હળવદ પોલીસ મથકના દેવેન્દ્ર સિંહ ઝાલા,ગંભીર સિંહ ચૌહાણ અને વિપુલ ભદ્રાડીયા સહીતને વોચ ગોઠવી હતી આ દરમિયાન એક નમ્બર પ્લેટ વિનાની સ્કોર્પિયો કાર આવી હતી જેને રોકવા સુચના આપવા છતાં પુર ઝડપે ચલાવી હતી જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો આ દરમિયાન અચાનક સ્કોર્પિયો કાર બેકાબુ બની રોડ નીચે ઉતરી ગઈ હતી એન પલટી મારી ગઈ હતી પોલીસનો પીછો થતો જોઈ કાર સવાર ભાગી ગયો હતો જેથી પોલીસે તેની તલાસી લેતા તેમાંથી 60 જેટલી બીયર જથ્થો મળી આવ્યો હતો પોલીસે બીયર અને સ્કોર્પિયો કાર સહીત 10,06000નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Tags :
cargujaratgujarat newsHalwad news
Advertisement
Next Article
Advertisement