મોરબીમાં રોકડ-ઘરેણા ભરેલું પર્સ મૂળ માલિકને પરત સોંપતી પોલીસ
પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર કરાયું સાર્થક
મોરબી સીટી બી ડીવીઝન પોલીસના તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારનું સોનાના ઘરેણા તથા રોકડ રૂૂપિયાથી ભરેલ પર્સ ખોવાયેલ હોય જે શોધી કાઢી અરજદારને પરત કરવામાં આવ્યું હતું.મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અરજદાર કૈલાશબેન આદ્રોજા રહે- રામકો બંગલો રવાપર રોડ મોરબી વાળા મોરબી ગાંધીચોક થી મહેંદ્રનગર ચોકડી સી.એન.જી. રિક્ષામા આવેલ જેમા અરજદાર પોતાનુ પર્સ ભુલી ગયેલ હોય જેમા સોનાના ઘરેણા અંદાજીત કિ.રૂૂ. 1,50,000/- તથા રોકડ રૂૂપીયા 4000/- હતા જે બાબતે પોલીસ સ્ટેશનમાં આવીને જાણ કરતા પોલીસે નેત્રમ શાખાની મદદથી સી.એન.જી. રિક્ષાને શોધી કાઢતા સી.એન.જી. રિક્ષા ચાલક મહેંદ્રભાઇ હેમરાજભાઇ શ્રીમાળી રહે-રોહીદાશપરા મોરબી વાળા પોતે બે દીવસથી પોતાની રિક્ષામા પર્સ લઇને અરજદારને શોધતા હોવાનુ જણાઇ આવેલ અને રીક્ષા ચાલકે પોતાની ઇમાનદારી દાખવી જેથી રિક્ષા ચાલકને હાથે જ અરજદરાને પોતાનુ પર્સ પરત અપાવી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી બી ડીવીઝન પોલીસે સાર્થક કરેલ છે.