ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાયબર ફ્રોડમાં ગુમાવેલો રૂપિયા 20 લાખનો મુદ્દામાલ અરજદારને પરત અપાવતી પોલીસ

04:11 PM Sep 30, 2025 IST | Bhumika
Advertisement

રાજયનાં નાગરીકોની સલામતી અને સુવીધાને કેન્દ્રમા રાખીને ગુજરાત પોલીસે શરુ કરેલી તેરા તુજકો અર્પણની પહેલ રાજયભરમા સારા પરીણામો આપી રહી છે. પોલીસ સ્ટેશનમા ચોરી, લુટ સહીતનાં અન્ય ગુનાઓની રીકવર કે કબજે કરવામા આવેલ મુદામાલને કોર્ટનાં માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલીકને પરત મળે અને અરજદારોને પોલીસ સ્ટેશને ધકકા ખાવા ન પડે તેવો હેતુ તેરા તુજકો અર્પણ કાર્યક્રમને છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરનાં એ ડીવીઝન પોલીસ સ્ટાફે ટોટલ 12.82 લાખનો મુદામાલ અને માલવીયા નગર પોલીસ મથકનાં સ્ટાફે પ લાખનો મુદામાલ અરજદારને પરત અપાવી હતો.

Advertisement

મળતી વિગતો મુજબ ડીસીપી ઝોન ર રાકેશ દેસાઇની માર્ગદર્શનમા એ ડીવીઝન પોલીસનાં પીઆઇ બી. વી. બોરીસાગર , પીએસઆઇ એ. એન. ઝાલા, જયેન્દ્રસિંહ ઝાલા, જયવિરસિંહ ઝાલા, જીતુબેન, સતિષભાઇ બારડ અને ઋતિકાબેન તેમજ આઇટી એકસપર્ટ ઇરફાનભાઇ અંસારી સહીતનાં સ્ટાફે ચોરી અને ગુમ થયેલા મોબાઇલની રીકવરી કરી કુલ 31 મોબાઇલ રૂ. પ.96 લાખનાં ત્યારબાદ રોકડ, દાગીના સહીતની વસ્તુઓ અને સાયબર ફ્રોડમા ગયેલા નાણા એમ કુલ 12.82 લાખનો મુદામાલ મુળ માલીકને પરત અપાવ્યો હતો.

જયારે માલવીયા નગર પોલીસ મથકનાં પીઆઇ જે. આર દેસાઇ , પીએસઆઇ પી. વી. ડોડીયા, કિશોરસિંહ, જયભાઇ, રણજીતસિંહ અને દિવ્યાબેન સહીતનાં સ્ટાફે પોતાનાં વિસ્તારનાં લોકોનાં ચોરાયેલા મોબાઇલ કે ગુમ થયેલા મોબાઇલ રૂ. પ.4 લાખનાં અને સાયબર ફ્રોડમા ગયેલા રૂ. 3.43 લાખ મુળ માલીકને પરત અપાવ્યા હતા.જયારે ક્રાઇમ બ્રાંચનાં પીઆઇ એમ. આર ગોંડલીયા, એમ. એલ. ડામોર અને સી. એચ. જાદવની રાહબરીમા એએસઆઇ જતીનભાઇ શુકલા , દિવ્યાબેન ચૌહાણ અને મહેન્દ્રસિંહ જાડેજા સહીતનાં સ્ટાફે ગુમ થયેલા કે ખોવાયેલા રૂ. 4.48 લાખનાં 31 મોબાઇલ મુળ માલીકને પરત અપાવ્યા હતા.

Tags :
cyber fraudgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement