જામનગરના પરિવારના રૂા.20.39 લાખની મતા ભરેલી બેગ પોલીસે પરત અપાવી
કમાન્ડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરે સીસીટીવી ફૂટેજના આધારે બેગ શોધી કાઢી
જામનગરમાં એક આસામી રૂૂ.20.38 લાખ ની કિંમત ના સોનાના ઘરેણા ભરેલ બેગ રિક્ષા માં ભૂલી ગયા હતા. જામનગર પોલીસ ના કમાન્ડ એન્ડ કંટ્રોલરૂૂમ દ્વારા સીસીટીવી કેમેરા વગેરે ની મદદ થી આ થેલો શોધી કાઢી ને તેના મૂળ માલિક ને પરત આપ્યો હતો.
જામનગર ના મહાવીરસિંહ જોરૂૂભા જાડેજા (રહે. ઢીચડા રોડ) , વાળા ગત તા.10/11/2025 સાંજ ના પાચેક વાગ્યે તેઓ બહારગામ લગ્ન પ્રસંગમાં ગયેલ હતા ત્યાંથી પરત આવતા બસ સ્ટેન્ડ થી ઘરે જવા માટે રીક્ષા માં બેસી ઘરે આવ્યા હતા. તે દરમ્યાન તેઓ સોનાના દાગીના આશરે કિ.રૂૂ.20,38,000 સાથે નો થેલો રીક્ષા ની પાછલી સીટ પાછળ રાખેલ હોય જે ભુલી ગયેલ હતા. તે શોધી આપવા બાબતે અરજદારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમનો સંપર્ક કરતા પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ ના માર્ગદર્શન મુજબ અધિકારી/કર્મચારી દ્વારા અલગ અલગ સીસીટીવી ચકાસતા સંતોષી માતા મંદિર વિસ્તારના સી.સી.ટી.વી કેમેરામાં માં અરજદાર જે રીક્ષામાં બેસેલ હતા તે રીક્ષા નં. જી જે - 36 - યુ 6431 વાળી હોવાનું જણાય આવતા એ રીક્ષા ચાલક નો આરટીઓ ડેટા ચેક કરતા સદર રીક્ષા નો માલીક મોરબી જિલ્લાનો રહેવાસી હોય જેને ટેલીફોનીક વાત કરતા 8 મહિના પહેલા પોતાની રીક્ષા જામનગર માં વેચી દીધેલ હોય તેવુ જણાવ્યું હતું.એ પછી રીક્ષા પર લોક - 2 લખેલ હોય તેમજ તેની સીસીટીવી મુવમેન્ટ જોતા સાંજના સાડા છ વાગ્યે એ રીક્ષા રેલ્વે સ્ટેશન બ્રીજ તરફ ગયેલ હોય તેવુ જણાતા પોલીસ કર્મચારી દ્વારા તે વિસ્તાર માં જઇ હ્યુમન સોર્સ તથા બાતમી રાહે હકીકતના આધારે રીક્ષા ચાલકને શોધી રીક્ષા ચાલક પાસે થી થેલો મેળવી અરજદાર ને ગણતરી ની કલાકમાં સોંપી આપ્યો હતો.