જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર બેફામ ગતિએ બાઈક ચલાવનારા સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધ્યો
જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે બાઈકની રેસ ચલાવનારા યુવાનો પૈકી એક યુવાન ટ્રક સાથે અથડાઈને ગંભીર સ્વરૂૂપે ઘાયલ થયો હતો, અને હાલ સારવાર હેઠળ છે. જે સમગ્ર બાઇક રેસનો વિડીયો વાયરલ થયો હતો, અને તેમાં સાત બાઈક સવારો દેખાયા હતા.
જેથી પોલીસ દ્વારા આ મામલે બાઈક સવારની સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં બે બાઈક સવારની અટકાયત કરી લેવામાં આવી છે, અને અન્ય પાંચ ની શોધ ખોળ ચલાવવામાં આવી રહી છે. જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર શનિવારે રાત્રે ફૂલ સ્પીડમાં વાહન ચલાવી અકસ્માત સર્જનારા અંકિત મકવાણા ને ટ્રકના પાછળના ઠાંઠામાં ઠોકર વાગવાથી ગંભીર ઇજા થઈ હતી અને હાલ જી.જી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે અને તેની હાલત અત્યંત નાજુક છે.
જે બાઈક રેસ નો વિડીયો વાયરલ થયો હતો, જે વીડિયોને લઈને પંચકોસી એ ડિવિઝનની પોલીસ ટિમ હરકતમાં આવી ગઈ હતી, વીડિયોમાં દેખાતા વાહનો અને તેના નંબરના આધારે તેના ચાલકની શોધખોળ કર્યા બાદ પોલીસને બે બાઈક સવાર ચેતન રાજેશભાઈ પાડલીયા અને યાસીન કરીમભાઈ બાબવાની નો પતો સાંપડ્યો હતો.બન્નેને પોલીસન મથકે લઈ જઈ બંનેની પૂછપરછ શરૂૂ કરી હતી.
ઉપરાંત તેની સાથે બાઇકની રેસ ચલાવનાર અન્ય પાંચ બાઇક સવાર ફરીદ અબ્બાસભાઈ ભડાલા, સુમિત શામજીભાઈ સરવૈયા, જયેશ અશોકભાઈ ગુજરાતી અને ચિરાગ રાજેશભાઈ પાડલીયા ના નામો ખુલ્યા હતા.જે અન્ય પાંચ બાઈક સવારની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવા આવી રહી છે. આ પ્રકરણમાં સરકાર પક્ષે પીએસઆઇ એ આર પરમાર જાતે ફરિયાદી બન્યા હતાં.