પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની લેખિત પરીક્ષાની આન્સર કી જાહેર
પેપર-1ના ગુણ ચકાસણી માટે તા. 15 મે સુધી અરજી કરી શકાશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ તરફથી નફાઇનલ આન્સર કીથ જાહેર કરવામાં આવી છે. પેપર 1 ની પ્રોવિઝનલ આન્સર કી બાબતે મળેલા તમામ વાંધાઓ/રજૂઆતોની ચકાસણી કર્યા બાદ ફાઇનલ આન્સર કી અને ઉમેદવારોએ મેળવેલ ગુણ ભરતી બોર્ડની વેબસાઇડ https://gprb.gujarat.gov.in અનેhttps://lrdgujarat2021.in/ પર અપલોડ કરવામાં આવ્યા છે.
બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની કુલ 472 જગ્યાઓ માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2024 માં યોજાયેલ શારિરીક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની અમદાવાદ વડોદરા અને સુરતના કુલ 340 પરીક્ષા કેન્દ્રો ખાતે 13 એપ્રિલ, 2025 નાં રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષા 86 હજારથી વધુ ઉમેદવારોએ આપી હતી. આ લેખિત પરીક્ષાનાં પેપર-1 ની Provisional Answer Key 18 એપ્રિલ, 2025 નાં રોજ જાહેર કરવામાં આવી હતી.
ઉમેદવારો પાસેથી વાંધા/રજૂઆતો ઓનલાઇન મંગાવવામાં આવ્યા હતા. આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા Final Answer Key જાહેર કરવામાં આવી છે. માહિતી અનુસારProvisional Answer Key માં એક અને Final Answer Keyમાં બે મળી કુલ -3 પ્રશ્નો રદ કરવામાં આવ્યા છે. પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને રદ કરેલા પ્રશ્ન દીઠ 1 ગુણ આપવામાં આવ્યો છે. લેખિત પરીક્ષાના પેપર 1 માં હાજર ઉમેદવારોને ગુણ ચકાસણી માટે 01 મે, 2025 થી 15 મે, 2025 સુધીનો સમય આપવામાં આવ્યો છે.