For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર

04:01 PM Mar 13, 2025 IST | Bhumika
પોલીસ ભરતી બોર્ડ દ્વારા એલઆરડીની શારીરિક કસોટીનું પરિણામ જાહેર

Advertisement

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં 13 હજારથી વધુની ભરતી કરવા માટ ેલોકરક્ષક કેડર સંવર્ગની શાસીરિક કસોટીમાં ઉતીર્ણ થયેલા ઉમેદવારોનું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં અંદાજે 10 લાખ ઉમેદવારોની 15 કેન્દ્રો પર શારીરિક કસોટી લેવાઈ હતી.

શારીરીક કસોટી અંગે દોડ કસોટી અને શારીરિક માપ કસોટીની મળેલ અરજીઓ પૈકી દોડ કસોટીની અરજીઓમાં RFID Lap Data અને CCTV કેમેરાના રેકોડીંગ સાથે ચકાસણી કરવામાં આવેલ છે અને શારીરિક માપ કસોટીમાં ઉંચાઇના ફોટોગ્રાફ સાથે ચકાસણી કરવામાં આવેલ છે.

Advertisement

ચકાસણીની કાર્યવાહી પૂર્ણ થયા બાદ લોકરક્ષક કેડર સંવર્ગની શારીરીક કસોટીનું પરીણામ જાહેર કરવામાં આવેલ છે. ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ5ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ5ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે કે 5સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ તબક્કે તે રદ થવાપાત્ર રહેશે. જે તમામને બંધનકર્તા રહેશે.

જો કોઇ ઉમેદવારને શારીરીક કસોટીના પરિણામની વિગતો અંગે કોઇ વાંધો કે રજુઆત હોય તો અરજી સાથે કોલલેટરની નકલ સામેલ રાખી જરૂૂરી પુરાવા સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર: ગ-12, સરિતા ઉધાનની નજીક, સેકટર-9, ગાંધીનગર 382007 ખાતે રૂૂબરૂૂમાં અથવા રજી.પો.એ.ડી. અથવા સ્પીડ પોસ્ટ અથવા કુરીયરથી તા.17/03/2025ના સાંજના કલાક: 17.30 વાગ્યા સુધીમાં મળે તે રીતે મોકલી આપવાની રહેશે. તા.17.03.2025 બાદ મળેલ કોઇપણ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.

---

Advertisement
Tags :
Advertisement
Advertisement