જામનગર શહેર અને સિક્કામાં જુગાર અંગે પોલીસના બે સ્થળે દરોડા
જામનગર શહેર અને સિક્કામાં ગઈકાલે પોલીસે જુગાર અંગે બે સ્થળે દરોડા પાડ્યા હતા, અને જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી પાંચ મહિલાઓ સહિત 9 પતા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો પ્રથમ દરોડો જામનગરમાં રામેશ્વર નજીક શાંતિનગર શેરી નંબર -4 માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી રક્ષાબેન કિશોરભાઈ સોમૈયા, નયનાબેન જગદીશભાઈ મકવાણા, હંસાબેન કિશોરભાઈ ત્રિવેદી, સંગીતાબેન મનીષભાઈ ગંગાજળિયા, તેમજ કંચનબા નાથુભા જાડેજા ની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
જુગાર અંગેનો બીજો દરોડો જામનગર તાલુકાના સિક્કા ગામમાં શબ્બીરી ચોકમાં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી જાહેરમાં ગંજીપાના નો જુગાર રમી રહેલા સુલેમાન અબ્દુલભાઈ અલવાણી, જાવેદ ફારુકભાઈ સંઘાર, અસગર એલીયાસ વાઘેર તેમજ ઇશાક અલીભાઈ સંઘારની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
