ભાજપે હલ્લાબોલની ચીમકી આપતા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસે ધાડેધાડ ઉતાર્યા
ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી આદિત્યસિંહ ગોહિલ, રાજકોટ શહેર NSUI પ્રમુખ બ્રિજરાજસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ જાડેજા, સમીરભાઈ ચૌહાણ, દીપ ભંડેરી, યાગ્નિક ખુટની સંયુક્ત યાદી જણાવે છે કે બિહારની ઘટનાના પગલે ગુજરાતમાં ભાજપ દ્વારા અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચેલ છે. એવું સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મળી રહી છે જેના અનુસંધાનમાં આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કોંગ્રેસ કાર્યાલય, જાગનાથ 41 ખાતે સવારથી પોલીસના ધાડા ઉતારી દેવામાં આવતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડી સ્ટાફ પણ કોંગ્રેસ કાર્યાલય ખાતે ઘસી જતા આધારભૂત વર્તુળોમાંથી જાણવા મળેલ મુજબ યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવાનું ષડયંત્ર રચવામાં આવેલ હતું.
એવી એક આઈબીના રિપોર્ટના આધારે પોલીસ બંદોબસ્ત કોંગ્રેસ કાર્યાલય ખાતે ગોઠવાયો જેની જાણ ઉપરોક્ત આગેવાનોને થતાંની સાથે જ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ને આ બાબતે વાકેફ કરતા કોંગ્રેસ કાર્યાલય ખાતે યુવા કોંગ્રેસ અને ગજઞઈંના વિદ્યાર્થી મિત્રો દ્વારા ઇંટનો જવાબ પથ્થરથી આપવા માટે સંપૂર્ણ તૈયારી સાથે આગેવાનો અને કાર્યકર મિત્રો કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા. અગાઉ રાજકોટમાં રાજકીય ઘમાસાણમા રાજકોટમાં કોંગ્રેસના આગેવાનો મુખ્યમંત્રીના ઘર સુધી જ્યારે ઘસી જતા હોય ત્યારે ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાંકરીચાળો કરવામાં આવશે તો તે કોઈપણ સંજોગોમાં સાખી નહીં લેવાય અને જો આ પ્રકારની હરકત શાંત રાજકોટમાં અશાંતિ ફેલાવવાનો ભાજપ દ્વારા પ્રયાસ કરાશે તો રાજકોટમાં ભાજપનું કમલમ ખાતે જેવા સાથે તેવાની રીત અપનાવી કમલમ ખાતે પણ કોંગ્રેસનો વિરોધ કરવાની સંપૂર્ણ તૈયારી છે ત્યારે ભાજપના મિત્રો શાનમાં સમજી જાય જ્યાં દાદાગીરી અને લુખ્ખાગીરી કરવાની હોય ત્યાં કરે કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવાનું ભાજપને ભારે પડી શકે તેમ છે.