સુરતમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં પોલીસ ત્રાટકી સંચાલકો-મહિલા બારીમાંથી કુદ્યા
સુરતના સરથાણા વિસ્તારમાં શુભમ કોમ્પલેક્ષમાં વધુ એક સ્પાની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. પોલીસે પાંચ મહિલા અને બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. જ્યારે રેડ અંગેની જાણ થઈ જતા પાછળની સાઈડ આવેલી બારી તોડીને બે સંચાલકો ભાગી ગયા હતા. જ્યારે એક મહિલા પણ ભાગવા જતા પહેલા મળેથી નીચે પટકાઈ હતી. જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.
સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, સાવલિયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પ્લેક્સ માં ફરી સ્પાની આડમાં કુટણખાનું શરૂૂ થઈ ગયું છે. કોઈપણ નામ ઠામ વિના જ સ્પાની આડમાં કુટણખાનું ચલાવવામાં આવી રહ્યું હતું. દેવ અને લકી નામના બે ઇસમ દ્વારા ગુજરાત અને અન્ય રાજ્યો માંથી મહિલાઓને લાવી અહીં દેહવ્યાપાર કરાવવામાં આવી રહ્યો હતો.સરથાણા પી.આઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ દરોડો પાડ્યો હતો. પોલીસ અચાનક દરોડા પાડતા સ્પા માં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલક તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પણ નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા. જ્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા હતા.એક યુવતી પહેલા મળેથી નીચે પટકાઈ હોવાની જાણ થતાં તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે સરથાણા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જ્યારે આ કુટણખાનાના સંચાલક દેવ અને લકી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.શુભમ કોમ્પ્લેક્સ માં સરથાણા પોલીસ દ્વારા આ પહેલા પણ બે રેડ કરવામાં આવેલી હતી. પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઇડ સ્પા ચાલી રહ્યા હતા. જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું છે. જ્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આપેલા પણ એકવાર રેડ કરવામાં આવી હતી. ભાડેથી ચાલતા આ કુટણખાના નામ માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ જોઈ રહી છે.