ગોંડલમાં બે રોમિયાઓનું હીરોગીરીનું જાહેરમાં ભૂત ઉતારતી પોલીસ
ગોંડલ માં લગ્ન માં આવેલા બે યુવાનો એ કાર માં મોટા અવાજે ગીત વગાડી કોલેજ પાસે પસાર થતી યુવતીઓ નજીક કાર ચલાવી રીલ્સ બનાવી વિડીયો સોશિયલ મીડીયામાં વાયરલ કરતા એ-ડિવીઝન પોલીસે બન્ને રોમીયો ને ઝડપી લઇ સરભરા કરતા રીલ્સ બનાવવાનું ભુત ઉતરી ગયુ હતુ.
પ્રાપ્ત વિગત મુજબ ગોંડલ ની એમ.બી.કોલેજ નજીક જીજે 11 એબી.3645 નંબર ની કાળાકાચ વાળી સ્કોડા કાર માં સવાર બે યુવાનોએ મોટા અવાજે ફિલ્મી ગીત વગાડી કોલેજીયન યુવતીઓ પાસે થી કાર ચલાવી છાકટા વેડા કરી રીલ્સ બનાવી વીડીયો સોશિયલ મીડીયા માં વાયરલ કરેલો હોય એથડિવીઝન પોલીસ ને ધ્યાને આવતા પીઆઇ. ગોહીલ તથા સ્ટાફ નાં યુવરાજસિંહ ગોહિલ સહીતે તપાસ નાં અંતે રોમીયોગીરી સાથે રીલ્સ બનાવનાર જામનગર જીલ્લાનાં લાલપુર નાં ટેભાડા રહેતા શૈલેષ જેશાભાઇ ગોજીયા તથા ગોંડલ નાં અનિડા ભાલોડી રહેતા ભવ્યાશુ કિશોરભાઈ રાઠોડ ને જડપી લઇ જાહેર માં સરભરા કરી સોશિયલ મીડીયા માં રીલ્સ બનાવવાનું ભુત ઉતરી દિધુ હતું.પોલીસે બન્ને યુવાનો સામે બીએનએસ કલમ 281,54 મુજબ કાર્યવાહી કરી હતી.