મુખ્યમંત્રીના આગમનને લઇ પોલીસ તંત્ર એલર્ટ
ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ આજે રાજકોટમા વિવિધ પ્રકલ્પોનુ ઉદઘાટન કરવા આવનાર હોય રાજકોટમા મુખ્યમંત્રીનાં આગમનને લઇને પોલીસતંત્ર એલર્ટ બન્યુ છે. અને મુખ્યમંત્રીની સુરક્ષા - વ્યવસ્થા માટે ડીસીપી, એસીપી સહીતનાં 1500 થી વધુ પોલીસને સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી સોપવામા આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ જે સ્થળે જવાના હોય તે વિસ્તારમા ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડની ટીમ દ્વારા ચેકીંગ કરવામા આવ્યુ હતુ. અને આજે સાંજથી મુખ્યમંત્રી રાજકોટમા હોય જેને લઇને પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે. અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેને લઇને પોલીસ તંત્રએ ચેકીંગ પણ હાથ ધર્યુ છે.
આજે સાંજે પ વાગ્યાથી ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રાજકોટમા આવનાર હોય અને કરોડો રૂપીયાનાં વિકાસ કાર્યોનુ લોકાર્પણ અને ખાતમુર્હત કરવાનાં હોય ત્યારે મુખ્યમંત્રીનાં આગમનને લઇને પોલીસ તંત્ર સર્તક બન્યુ છે. અને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામા આવી છે. મુખ્યમંત્રીની સુરક્ષાને લઇને પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા શહેરનાં તમામ ડીસીપી, એસીપી અને પીઆઇ સાથે મહત્વની બેઠક યોજી હતી. અને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની ચર્ચાઓ કરી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ રેસકોર્ષ ખાતે આર્ટ ગેલેરીનુ ઉદઘાટન ઉપરાંત અન્ય કાર્યક્રમોમા હાજરી આપી સાંજે 7 વાગ્યાથી મહાનગર પાલિકાનાં તમામ કોર્પોેરેટરો સાથે મુલાકાત કરનાર હોય મુખ્યમંત્રીનાં આગમનને લઇને પોલીસ તંત્રએ સજજડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. ચાર ડીસીપી અને એસીપી સહીત 1500 થી વધુ પોલીસ મુખ્યમંત્રીની સુરક્ષા વ્યવસ્થા સંભાળશે. કાર્યક્રમ શરૂ થાય તે પુર્વે ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ હતુ. તેમજ શહેરનાં અલગ અલગ વિસ્તારોમા પોલીસે વાહન ચેકીંગ પણ કર્યુ હતુ.