ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતી ચોરતા 3ને દબોચતી પોલીસ
ડમ્પર-હિટાચી મશીન સહિત રૂા.60 લાખનો મુદ્દામાલ કબજે
હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદીમાં બેફામ રેતીચોરી થાય છે અને જેને લઈને અવાર નવાર ખાણ ખનીજ વિભાગ, સ્ટેટ મોનિટરીંગ સેલ, મોરબી એલસીબી અને હળવદ પોલીસ દ્વારા કામગીરી કરી રેતીચોરી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે પરંતુ તેમ છતાં રેતીચોરી અટકવાનું નામ લેતું નથી. ત્યારે ફરી એકવાર હળવદ તાલુકાના ટીકર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતીચોરી ઝડપાઈ છે. હળવદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એચ.અંબારીયા દ્વારા ટીકર ગામે બ્રાહ્મણી નદીમાં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે એક હિટાચી મશીન અને એક ડમ્પર મળી 60 લાખના મુદ્દામાલ સાથે સુરેશભાઈ બાલુભાઈ બાલસાનીયા, રિયાઝઅલી લાલમોહમદ અન્સારી, ભરતભાઈને ઝડપી પાડ્યા હતા. જેમાં ડમ્પર નંબર જીજે-36-એક્સ-1928 અને એક નંબર પ્લેટ વિનાનું હિટાચી મશીન ઝડપી પાડી ખાણ ખનીજ વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.