For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુલતાનપુરથી ગુમ થયેલી યુવતીને પોલીસે ઇન્દોરથી શોધી કાઢી

04:11 PM Jul 11, 2025 IST | Bhumika
સુલતાનપુરથી ગુમ થયેલી યુવતીને પોલીસે ઇન્દોરથી શોધી કાઢી

ગોંડલ તાલુકા નાં સુલતાનપુર રહેતી યુવતી ઘરેથી નિકળ્યા બાદ પરત નહી ફરતા તેણીનાં પિતા એ સુલતાનપુર પોલીસ માં ગુમસુધા ફરિયાદ કર્યા બાદ સુલતાનપુર પોલીસે તપાસ નાં અંતે એમપી નાં ઇન્દોર થી યુવતીને શોધી કાઢી હતી.

Advertisement

યુવતીએ ત્યા પોતાનાં પ્રેમી સાથે લગ્ન કરી લીધા હોય પોલીસે યુવતીનાં પિતાને સુલતાનપુર જાણ કરી વિડીયો કોલ થી વાત કરાવતા યુવતીએ પતિ સાથે રહેવાનુ જણાવતા પોલીસ પરત ફરી હતી.

પ્રાપ્ત વિગત મુજબ સુલતાનપુર રહેતી ક્રુપાલીબેન ભુપતભાઈ વકાતર ઉ.20 ગત તા.10 નાં ઘરેથી નીકળી ગયા બાદ પરત નહી ફરતા તેના પિતા એ સુલતાનપુર પોલીસ માં ગુમસુધા ફરિયાદ કરી હતી.

Advertisement

ફરિયાદ નાં પગલે સુલતાનપુર પીઆઇ. જે.એ.ખાચરે અલગ અલગ ટીમ તૈયાર કરી તપાસ હાથ ધરી હ્યુમન સોર્સીસ તથા ટેક્નિકલ સોર્સ દ્વારા તપાસ કરતા યુવતી ઇન્દોર નાં કોદાડીયા વિસ્તાર માં હોય તપાસ કરતા યુવતીએ ત્યાં રહેતા દિપકભાઈ શંકરભાઈ ચૌધરી સાથે લગ્ન કરી લીધા હોય હિતેશભાઈ ગરેજા એ યુવતીનાં પિતા સાથે સુલતાનપુર વિડીયો કોલ થી વાત કરાવતા તેણીએ પતિ સાથે રહેવાનુ જણાવતાં કાર્યવાહી કરી પોલીસ પરત ફરી હતી.

પોલીસ સુત્રો અનુસાર ક્રુપાલીબેન તથા દિપક ચૌધરી ગોંડલ નજીક નાં પાન એગ્રી ફેક્ટરી માં સાથે કામ કરતા હોય બે વર્ષ થી પ્રેમ સંબંધ બંધાયો હતો.બાદ માં ઇન્દોર નાશી જઇ લગ્ન કરી લીધા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement