રાણપુરમાં ટ્રાફિક સમસ્યાનો પ્રશ્ર્ન હલ કરવા પોલીસ એકશન મોડમાં
રોડ ઉપર લારી, વાહનો હટાવવા અને ફરી ન રાખવા અપાઈ સૂચના
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશનથી લઈને તાલુકા પંચાયત સુધી જે ટ્રાફીકની સમસ્યા છે માથાના દુખાવા સમાન બની છે ત્યારે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાની હાજરીમાં બે દિવસ પુર્વે જે લોક દરબાર યોજાયો હતો તેમાં પણ આ ટ્રાફિકની સમસ્યાના પ્રશ્નો ઉભા થયા હતા ત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા રાણપુરની જે ટ્રાફિકની સમસ્યા છે તે હલ કરવા માટે સ્થાનિક પોલીસને સુચના આપવામાં આવેલ હોય એ સૂચના ને અનુસંધાને રાણપુર પોલીસ સ્ટેશનના PI એસ.એ.પટેલ, PSI એચ.એ. વસાવા એ પોલીસ કાફલા સાથે રાણપુર શહેરમાં પોલીસ સ્ટેશન થી તાલુકા પંચાયત સુધી ટ્રાફીક ડ્રાઇવ યોજી હતી જેમાં આ રોડ ઉપર લારીઓ રાખવામાં આવે છે.
તેઓને રોડ ઉપરથી લારી હટાવી લેવા અને ફરીવાર રોડ ઉપર લારી નહીં રાખવા કડક સૂચના આપવામાં આવી હતી સાથો સાથ આ રોડ ઉપર મોટા પ્રમાણમાં આડેધડ વાહનો પાર્ક કરવામાં આવે છે લોકો મન ફાવે ત્યાં વાહનો મૂકીને જતા રહે છે તેઓને પણ કડક સૂચના આપવામાં આવી છે તેમ છતાં આગામી દિવસમાં આ ટ્રાફિકની સમસ્યા હલ નહીં થાય તો રાણપુર પોલીસ જે ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે ટ્રાફિકને અડચણરૂૂપ જે લારી,વાહનો રાખે છે તેઓના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી રાણપુર પોલીસ સ્ટેશનના ઙઈં એસ.એ.પટેલ એ સુચના આપી છે...