ઉત્તરાયણ પૂર્વે પોલીસ એક્શન મોડમાં, 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 40ની અટકાયત
ઉત્તરાયણના તહેવારને લઈને પતંગ બજારોમાં ચાઈનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યુ છે. જેમાં પોલીસે ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી અંગે ચેકિંગ કરી કુલ 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 40શખ્સ સામે ગુના નોંધી તેની ધરપકડ કરી હતી.મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતું રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ જાહેરનામું બહાર પાડયું હતું, ત્યારે જાહેરનામા છતાં કાચ વાળી દોરી બનાવતા અને ચાઈનીઝ દોરી વેચાણ થયું હોવાની માહિતીને આધારે શહેરભરની પોલીસે દરોડા પાડયા હતા જેમા કાચથી પાયેલી દોરીનું ઉત્પાદન કરતા અને ચાઈનીઝ દોરી સહીત 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 26 શખ્સ સામે ગુના નોંધ્યા હતા.ઉપરાંત સદર બજારમાં હાનિકારક દોરી બનાવતા રાજેશ રામ અવતાર ગૌતમ અને અનવરઅલી કેસરઅલી, નિલેશ જીતેન્દ્રભાઈ બુંદેલા અને સાગર નાગજીભાઈ ધુરકા, 8 ફીરકી સાથે વીરચંદ લલુભાઈ પટ્ટણી, 1 ફીરકી સાથે મહેશ ચમનભાઈ પટ્ટણી, 1 ફીરકી સાથે મુસ્તુફા હનીફભાઇ મામટી, સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારો માં પોલીસે કાચથી પાયેલી દોરી અને ચાઈનીઝ દોરી તેમજ તુક્કલ અંગે ચેકિંગ કર્યું હતું.
ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ અને ઉપયોગકર્તા અંગે 100/112 ઉપર જાણ કરો
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીનો ઉપયોગ વ્યક્તિઓ અને પક્ષીઓ માટે ખૂબ જ જોખમી છે અને તેનો ઉપયોગ કરવો સજાપાત્ર ગુનો છે. તમામ નાગરિકોને પોલીસે અપીલ છે, જો તમારી પાસે ચાઈનીઝ માંઝા, તુક્કલ અને ગ્લાસ કોટેડ દોરીના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગકર્તા વિશે માહિતી હોય તો ડાયલ કરો 100/112 અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરી છે.
જિલ્લામાં ઉત્તરાયણને લઈને પોલીસનું ચેકિંગ 127 ચાઇનીઝ દોરી સાથે ચારની ધરપકડ
જીલ્લામાં શાપર વેરાવળ,ગોંડલ અને મેટોડામાં પોલીસે ચેકિંગ કરી 127 ચાઈનીઝ દોરીની ફીરકી કબજે કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. જીલ્લામાં પોલીસ દ્વારા બજારોમાં ચેકિંગ પણ શરૂૂ કરવામાં આવ્યુ છે.જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી ઉત્તરાયણને લઈને પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીથી થતા નુકસાન અંગે સ્કુલ, કોલેજો સહિતની જગ્યાએ જઈને લોકોમાં જાગૃતતા આવે તે માટે પ્રયાસો કરે છે. તેમજ જીલ્લામાં અલગ અલગ ગામોની બજારોમાં ચેકિંગ પણ કરવામાં આવી રહ્યુ છે.જીલ્લાના શાપર વેરાવળમાં પોલીસે રૂૂ.1000ની ચાઈનીઝ દોરીની ફીરકી સાથે વિરમદેવસિંહ કિશોરસિંહ જાડેજાની ધરપકડ કરી હતી.જયારે ગોંડલ તાલુકા પોલીસે રૂૂ.7500ની 52 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે મુકેશ હરીભાઈ મીઠાપરા અને કેતન કિશોરભાઈ વાઘાણીની ધરપકડ કરી હતી. મેટોડા પોલીસે રૂૂ.14000ની કીમતની 70 ચાઈનીઝ દોરીની ફીરકી સાથે સુનીલ દિનેશ જખાલીયા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.