For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

11:58 AM Sep 20, 2025 IST | Bhumika
ખંભાળિયામાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

આગામી મંગળવાર તા. 22 થી નવરાત્રીના પાવન પર્વનો મંગળ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે ખંભાળિયા પંથકમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના વળપણ હેઠળ ગતસાંજે ફુટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

જેમા એસપી જયરાજસિંહ વાળા, ડીવાયએસપી વી.પી. માનસેતા, સાગર રાઠોડ, એલસીબી પી.આઈ. કે.કે. ગોહિલ, બી.જે. સરવૈયા, તેમજ અન્ય વિભાગના પી.આઈ., પી.એસ.આઈ. સાથે એલ.સી.બી. સહિતનો પોલીસ સ્ટાફ આ ફુટ પેટ્રોલિંગમાં જોડાયો હતો. શહેરના નગર ગેઈટ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, ચાર રસ્તા વિગેરે વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરી અને કાયદાની સમીક્ષા સાથે જરૂૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. (તસવીર: કુંજન રાડિયા)

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement