શહેરમાંં પોલીસની ડ્રાઇવ : છરી, ધોકા લઇ નીકળેલા 10 અને પીધેલા 9 પકડાયા
શહેર પોલીસ દ્વારા ગૂનાખોરોને ડામવા માટે અસામાજીક તત્વો વિરૂદ્ધ અલગ-અલગ વિસ્તારમાં ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં પોલીસે છરી, ધોકા લઇ નીકળેલા 10 અને પીધેલી હાલતમાં નીકળેલા 9 શખ્સોને ઝડપી પાડયા હતા. આ ઉપરાંત અડચણરૂપ વાહનો રાખનાર પાંચ અને દેશી દારૂના 13 કેસ મળી કુલ 38 ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત મુજબ શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં અશ્ર્વિનભાઇ ચૌહાણ, રાકેશ સંજયભાઇ ચૌહાણ, રાહુલ દેવાભાઇ બાદકીયા, રામજી પ્રકાશભાઇ સોલંકી, હેમંત રમેશભાઇ સોઢા, મેઘા કાળાભાઇ ભરવાડ, પ્રવિણ નારણભાઇ ભાદરકા, રીતીન વાલજીભાઇ દેગામા, રાહુલ અરવિંદભાઇ ચાવડા, સંજય સાજન મીઠાભાઇ પરમારને ઝડપી પાડયા હતા. જ્યારે પીધેલી હાલતમાં ડમડમ થઇ નીકળેલા ગૌરવ સનતભાઇ પાલા, સુરેશ જીવણભાઇ મકવાણા, આશિષ મનોજભાઇ સોલંકી, કાદીર ગામાભાઇ શાહ, પ્રવિણ રાજાભાઇ હિંગડા, અમરનાથ ભુષણપ્રસાદ કુમાર, રોહીત પરસોત્તમભાઇ બાદુકીયા, ગૌરવ સનતભાઇ પાલા અને દેવા વશાભાઇ જખાણીયાને ઝડપી લીધા હતા.
જ્યારે પોલીસ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર અડચણરૂપ વાહન રાખનારા યાસીન રજાકભાઇ સાંગા, જાહીદ અલારખા ખાંભવ્યા, રાજ અજયભાઇ કુળાવત, હસમુખ નાથભાઇ જોટાંગીયા, ઇરફાન હુસેનભાઇ સોલંકી, વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે દેશી દારૂ સાથે મનિષાબેન નિલેષભાઇ વાઘેલા, ભરત ચનાભાઇ ભરાળીયા, ગજેસિંગ ટલાભાઇ પરમાર, અફજલ અશરફભાઇ શેખાણી, દેવા વશાભાઇ જખાણીયા, વિશાલ વિસુભાઇ વાઘેલા, ગોવિંદ ભિખાભાઇ ચાણક્ય, જાનુબેન રમેશભાઇ વાજેલીયા, જયાબેન રાયધનભાઇ સાડમીયા, વસંતબેન પ્રવિણભાઇ સાડમીયા, વસંતબેન બાબુભાઇ વાજેલીયા, ભુપત ધીરૂભાઇ વાઘેલા, રેખાબેન ભુપતભાઇ ચૌહાણ અને રૂપલબેન મુકેશભાઇ મકવાણાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.