For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ: 109 છકડા ડિટેન

05:16 PM May 27, 2025 IST | Bhumika
પ્રદૂષણ ઓકતી રિક્ષાઓ સામે પોલીસની ડ્રાઈવ  109 છકડા ડિટેન

શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસની કાર્યવાહી, ટ્રાફિક નિયમોનું ભંગ કરતાં છકડો ચાલકો વિરૂધ્ધ પોલીસની લાલ આંખ

Advertisement

શહેરમાં પ્રદૂષણ ઓકતી અને ઘોંઘાટ કરતી છકડો રિક્ષાથી વાહન ચાલકો અને લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે પોલીસે આવા ઘોંઘાટીયા છકડો રિક્ષા ચાલકો વિરૂધ્ધ લાલ આંખ કરી હોય તેમ સ્પેશ્યલ ડ્રાઈવ યોજી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 109 છકડો રિક્ષા ડીટેઈન કરવામાં આવી હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી વી.જી.પટેલની સૂચનાથી ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શહેરનાં અલગ અલગ વિસ્તારમાં ભયજનક રીતે છકડો ચલાવતાં, ધ્વની પ્રદૂષણ ફેલાવતાં અને લાઇસન્સ કે નંબર પ્લેટ વગર ટ્રાફિકના નિયમોના ભંગ કરતાં છકડો રિક્ષા ચાલક વિરૂધ્ધ સ્પેશ્યલ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા 109 જેટલી છકડો રિક્ષા ડીટેન કરી હતી અને ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નિયમોના ભંગ બદલ દંડ ફટકારવામાં આવ્યો હતો. આગામી સમયમાં પણ આવી ડ્રાઈવ ચાલુ રહેશે તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement