કોડીનાર દરિયાકાંઠા વિસ્તારમાં પોલીસે ખોદ્યો ડુંગર નીકળ્યો ઉંદર!!!!
દિલ્હી બ્લાસ્ટના હાઈ એલર્ટ વચ્ચે મેગા કોમ્બિંગ: દરગાહમાંથી કુહાડી, તલવાર જેવા હથિયારો મળ્યા, ઝારખંડના યુવકની અટકાયત
દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ જાહેર કરાયેલા હાઈ એલર્ટને પગલે ગીર સોમનાથ જિલ્લાની પોલીસ કુંભકર્ણની નિદ્રામાંથી જાગી હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લાના 110 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં સુરક્ષા સઘન બનાવવાના ભાગરૂૂપે ગીર સોમનાથ પોલીસે એસ.પી. જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કોડીનારના મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ ઓપરેશનમાં એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ 2 - ડીવાયએસપી, 6 - પીઆઈ, 7 - પીએસઆઈ, એસઓજી, એલસીબી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત 120થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. કોડીનાર, ઉના અને વેરાવળ પોલીસના સંયુક્ત કાફલાએ મૂળ દ્વારકા બંદરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સૌથી વધુ સંવેદનશીલ ગણાતા 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠાના ગામોમાં વસવાટ કરતા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ ઝુંબેશ ખાસ કરીને બંદર વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને બહારથી આવેલા લોકોની સઘન તપાસ કરવા માટે હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
કોમ્બિંગ ઓપરેશન દરમિયાન સૌથી ચોંકાવનારી ઘટના બની હતી. એસઓજી (જઘૠ) ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહના કમ્પાઉન્ડમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા ત્રણ-ચાર કટાયેલા હથિયારો મળી આવ્યા હતા. હથિયારો મળી આવતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસે તાત્કાલિક દરગાહના મુંજાવરની પૂછપરછ શરૂૂ કરી દીધી છે. જોકે, પોલીસે બંદર વિસ્તારમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આ ઝુંબેશ હોવાનું જણાવ્યું હતું, પરંતુ દરગાહ સિવાય અન્ય કોઈ વિશેષ વસ્તુ મળી આવી ન હતી.આ તપાસ દરમિયાન કોડીનારના વિરાટ નગર ખાતે છેલ્લા એક વર્ષથી રહેતા ઇમરાન મહમદ ઈકબાલ સોપારીયા નામના યુવક પાસેથી પોલીસને કોઈપણ પ્રકારના દસ્તાવેજો (ડોક્યુમેન્ટ) મળી આવ્યા નહોતા.
પ્રાથમિક તપાસમાં આ ઈસમ ઝારખંડ નો હોવાનું અને મદ્રાસનું સંચાલન કરવા માટે અહીં રખાયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની પોલીસને જાણ ન કરવાની કલમ મુજબ ગુનો નોંધી સઘન પૂછપરછ શરૂૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે પોલીસે દિલ્હીની ઘટના બાદ હાથ ધરેલી આ કામગીરી સામે આમ જનતામાં અનેક સવાલો પણ ઉભા થયા છે. ગીર સોમનાથ જિલ્લાને મોટો દરિયા કિનારો લાગેલો છે, જે સંપૂર્ણ રેઢો પડ છે. ભૂતકાળમાં આ દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ ઝડપાઇ છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા સમયમાં અનેકવાર હોડીઓ મારફત વિદેશી દારૂૂ ઉતારાયો હતો અને સ્થાનિકોની જાણ બાદ પોલીસે દારૂૂ પકડ્યો પણ હતો. જો દારૂૂ દરિયાઈ માર્ગે ઘૂસી શકે છે.