પોલીસ ક્ધટ્રોલ રૂમના ફૂટબોલ પ્લેયર ASI ભાર્ગવ ઠાકર વયનિવૃત્ત થયા
રાજકોટ શહેરમા છેલ્લા 36 વર્ષથી ફરજ બજાવતા એએસઆઇ ભાર્ગવભાઇ ઠાકર વય નિવૃત થતા તેમની કામગીરીને પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ બીરદાવી હતી. ક્ધટ્રોલ રૂમમા ફરજ બજાવતા એએસઆઇ ભાર્ગવભાઇ ઠાકર રાજકોટ શહેરનાં અલગ અલગ પોલીસ સ્ટેશનમા આશરે 18 વર્ષ ફરજ બજાવી છે. તેમજ 9 વર્ષ ટ્રાફીકમા ફરજ બજાવી છે . તેમજ 3 વર્ષ ડીસીપી ઝોન ર ની કચેરીમા કામગીરી કરી હતી અને છેલ્લે 2020 થી અત્યાર સુધી પોલીસ ક્ધટ્રોલ રૂમ ખાતે ફરજ પર હતા.
તેઓને 2013 મા હેડ કોન્સ્ટેબલનુ અને 2017 મા એએસઆઇ પ્રમોશન મળ્યુ હતુ . તેમની ફરજ પરની કામગીરી સિવાય તેઓ ઓલ ઇન્ડીયા પોલીસ મીટમા બાસ્કેટ બોલ, ફુટબોલ ટુર્નામેન્ટમા પણ રમી ચુકયા છે તેમજ તેઓ રાજકોટ શહેર પોલીસ ફુટબોલ ટીમમા ઓપન ગુજરાત ટુર્નામેન્ટ પણ રમ્યા હતા . તેમને સંતાનમા એક પુત્ર અને એક દીકરી છે. તેમનો પુત્ર નર્સીંગનો અભ્યાસ કરે છે અને તેઓ મુળ મોરબી શહેરમા આવેલ શકત સનાળા ગામનાં હોવાનુ જાણવા મળી રહયુ છે. તેમની 36 વર્ષની ડયુટીમા તેમને 35 જેટલા પારીતોષીક મળ્યા હતા.
