અમદાવાદ-સુરતમાં પોલીસનું સૌથી મોટું સર્ચ ઓપરેશન, 1022 બાંગ્લાદેશીઓની કરી અટકાયત
પહેલગામ હુમલા બાદ ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે તમામ પાકિસ્તાનીઓના વિઝા રદ કર્યા છે. ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે. આ દરમિયાન અમદાવાદ અને સુરતથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બંને મોટા શહેરોમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ પાડી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે. જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે.
આ દરોડા દરમિયાન અમદાવાદ ને સુરતમાંથી 1022 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે. અમદાવાદમાંથી 890 બાંગ્લાદેશીઓની પાડ્યાં હતાં. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતાં.
આજ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. સુરતમાં થી 132 લોકની અટકાયત કરવામાં આવી છે. આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.