કાળા કાચ-નંબર પ્લેટ વિનાના વાહનો અને હેલ્મેટ અંગે પોલીસની ખાસ ડ્રાઈવ
ગૃહ વિભાગના આદેશ બાદ 13 થી 17 નવેમ્બર સુધી ખાસ ડ્રાઇવમાં નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી
ગુજરાતમાં ઘણા વાહનચાલકો આરટીઓના નિયમોનું પાલન કરતા નથી. કાર સહિત વાહનોમાં બ્લેક ફિલ્મ લગાવી શકાતી નથી. તેમજ રોડ પર દોડતી ઘણીબધી કાર કે વાહનોમાં આગળ-પાછળ નંબર પ્લેટ પણ હોતી નથી. આવા વાહનચાલકો કે તેના માલિકા સામે કડક પગલાં ભરવા રાજ્યના ગૃહ વિભાગ દ્વારા રાજ્યભરમાં 13 થી 17 નવેમ્બર સુધી ખાસ ડ્રાઇવ કરવા આદેશ આપવામ આવતા રાજકોટ માં છેલ્લા પાંચ દિવસથી ખાસ ડ્રાઇવ શરૂૂ કરવામાં આવી છે. જેમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ વાળા વાહનો તેમજ સરકારી કચેરીએ હેલ્મેટ વિના આવતા સરકારી કર્મચારીઓ અને અરજદારો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગત સપ્તાહે રાજકોટ શહેર પોલીસ અધિકારીઓ અને ધારાસભ્યો વચ્ચે યોજાયેલી સંકલનની બેઠકમાં ધારાસભ્યો દ્વારા શહેરમાં નંબર પ્લેટ વિનાનાં કાર સહિત વાહનો અને બ્લેક ફિલ્મ લગાવેલા કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી કરવા સુચન કરવામાં આવ્યું હતું. ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલી હોય છે અને ગુનેગારોને ઓળખવામાં અવરોધરૂૂપ બને છે. જેથી ખાસ ડ્રાઇવનો આદેશ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યો છે. નંબર પ્લેટ વગરના વાહનો કાયદાકીય રીતે માન્ય નથી, કારણ કે તેનાથી વાહન માલિકની ઓળખ થઈ શકતી નથી. તેવી જ રીતે, કાળા કાચવાળી ગાડીઓમાં અંદર બેઠેલા લોકો સરળતાથી જોઈ શકાતા નથી, જેના કારણે ગુનેગારો માટે આવી ગાડીઓ છૂપાવા માટેનું ઉત્તમ સાધન બની રહે છે.
આ કારણોસર પોલીસ વિભાગે આવા વાહનોને શોધી કાઢવા અને નિયમોનું ઉલ્લંઘન કરનારા માલિકો સામે કડક કાનૂની પગલાં લેવા માટે 13 થી 17 નવેમ્બર સુધી ખાસ ડ્રાઇવ કરવામાં આવી છે. પોલીસ ડ્રાઇવ દરમિયાન તમામ પોલીસ સ્ટેશનો અને ટ્રાફિક પોલીસ વિભાગને ચેકિંગ કરવા પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝાએ સુચના આપી હોય શહેરી વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું ખાસ કરીને સરકારી કચેરી બહાર સહીત દરેક જગ્યાએ ખાસ ચેકિંગ પોઈન્ટ્સ ઊભા કરી અને શંકાસ્પદ વાહનોની તપાસ કરવામાં આવી હતી. અને હેલ્મેટ વિના દ્રિચક્રી વાહન લઈને આવતા સરકારી કર્મચારીઓ અને અરજદારો સામે કાર્યવાહી કરી હતી.