રેલવે સ્ટેશન પર પોલીસનું ડોગ સ્કવોડ સાથે સઘન ચેકિંગ
પહલગામ હુમલા બાદ પોલીસ તંત્ર એકશનમાં
તમામ ટ્રેનમાં યાત્રિકોના સામાન અને શંકાસ્પદ ચીજ વસ્તુઓની મેટલ ડિટેકટરથી તપાસ કરાઇ
જમ્મુ-કાશ્મીરના પહલગામના આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ જેવા સ્થળો ઉપર એલર્ટ આપવામાં આવ્યું છે. જેને પગલે રાજકોટ રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફના જવાનો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ડોગ સ્કવોડની મદદથી ટ્રેનોમાં અવર જવર કરતા યાત્રીકો અને તેમના સામનની તપાસણી કરવામાં આવી રહી છે. શંકાસ્પદ ચીજ વસ્તુઓની મેટલ ડિટેકટરની મદદથી ચેકિંગ કામગીરી થઇ રહી છે.
હાલમાં ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રેલવેમાં રેલવે યાત્રીની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં નિર્દોષ લોકોને ટાર્ગેટ કરીને કરાયેલા હુમલા બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં જાહેર સ્થળો, સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા તંત્ર વધુ સતર્ક થઈ ગયું છે. રેલવે પોલીસે પણ વિવિધ ટ્રેનોમાં અને રેલવે સ્ટેશન પર વધારે પોલીસ બંદોબસ્ત સાથે વધારાના પાંચ ડોગ ફાળવવામાં આવ્યા છે.
રાજકોટ ડવિઝન, અમદાવાદ ડિવિઝન અને બરોડા ડિવિઝનમાં પણ પોલીસ દ્વારા વિશેષ પેટ્રોલિંગ હાથ ધરવા આવ્યું છે સાથે શંકાસ્પદ ચીજ વસ્તુઓની પણ ચેકિંગ મેટલ ડિરેક્ટર અને ડોગ ટીમની મદદથી કરવામાં આવી રહ્યું છે.ખાસ કરીને યુ.પી.બાંગ્લાદેશ તરફ જતી ટ્રેનોમાં વિશેષ ચેકિંગ હાથ ધરાયું છે.