રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેશી દારૂના ધંધાર્થીઓને ઠેકડો મારી પકડી લેતી પોલીસ ક્રિકેટ સટ્ટોડિયાની ધરપકડ છુપાવી રહી છે

06:10 PM Feb 08, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ ક્રાઈમ બ્રાંચને મળેલી ચોક્કસ માહિતીને આધારે થોડા સમય પહેલા જ ક્રિકેટના સટ્ટા રેકેટનો પર્દાફાશ કરી રાજકોટનાં ત્રણ શખ્સોની ધરપકડ કરી 12.50 લાખનો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતાં તેજશ રાજદેવ સહિતના મોટા સટ્ટોડિયાઓની સંડોવણી ખુલ્યા બાદ આરોપીઓ ભુર્ગભમાં ઉતરી ગયા છે ત્યારે આ ક્રિકેટ સટ્ટાકાંડમાં મોટા માથાઓની સંડોવણી ખુલ્યા બાદ તેઓની ધરપકડ પોલીસ તંત્ર છુપાવી રહી હોવાની છાપ ઉપસી રહી છે.
રાજકોટ શહેરમાં દેશી દારૂના ધંધાર્થીઓને ઠેકડો મારીને બહાદુરીથી પકડી લેતી રાજકોટ શહેર પોલીસ તેની પ્રેસ નોટ ઈસ્યુ કરવામાં પણ પાછીપાની કરતી નથી સામાન્ય ગુનેગારોની ધરપકડની પ્રેસનોટ ઈસ્યુ કરી વાહ વાહ મેળવતી શહેર પોલીસ તંત્ર અને મહત્વની બ્રાંચ મોટા સટ્ટોડિયાઓની લાજ કાઢી રહી હોવાનું પોલીસ બેડામાં ચર્ચાઈ રહ્યું છે.

Advertisement

થોડા સમય પહેલા ક્રાઈમ બ્રાંચે ક્રિકેટ સટ્ટાના મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યો હતો જેમાં એસ્ટ્રોન ચોક, હનુમાન મઢી અને નવાગામ વિસ્તારમાં દરોડા પાડી સુકેતુ કનૈયાલાલ ભુતાને 11.65 લાખની રોકડ અને મોબાઈલ સહિત 11.85 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે બીજા દરોડામાં રૈયા રોડ પર હનુમાન મઢી ચોકમાંથી ભાવેશ અશોકભાઈ ખખ્ખરને 20 હજારના મુદ્ધામાલ સાથે અને ત્રીજા દરોડામાં નવાગામ બસ સ્ટેશન પાસેથી નિશાન હરેશભાઈ ચગને 20 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

આ ત્રણેય શખ્સો પાસેથી ચેરીબેટ નાઈન અને મેઝીક એક્ષચેન્જની આઈડી મળી આવી હતી. જેમાં રાજકોટના મોટા માથાના નામ ખુલ્યા હતાં. જેમાં આંગડીયા પેઢીના સંચાલક તેજસ રાજદેવ, નિરવ દિપકભાઈ પોપટ (ખમણ) તેનો ભાઈ અમીત દિપકભાઈ પોપટ (ખમણ) વાંકાનેરના ધારાસભ્યના ભાઈ રાજુ સોમાણી સહિતના અનેક માથાઓના નામ ખુલ્યા હતાં.

જેતે વખતે મસમોટા રેકેટનો પર્દાફાશ કર્યા બાદ પોલીસ તંત્ર પાણીમાં બેસી ગયું હતું અને મોટા માથાઓની ધરપકડ કરી લીધી હોવા છતાં માહિતી મીડિયા સમક્ષ છુપાવીને બારોબાર મોટા માથાઓને કોર્ટ હવાલે પણ કરી દીધા હોવાનું બહાર આવ્યું છે. અગાઉ વાંકાનેરના ધારાસભ્યના ભાઈની ધરપકડ કર્યા બાદ બે દિવસ પહેલા સામેથી હાજર થયેલા નિરવ પોપટ અને અમીત પોપટની પોલીસે ધરપકડ કરી કોર્ટ હવાલે કરી દીધા હતા અને તેની માહિતી મીડિયા સમક્ષ છુપાવી મોટા ગુનેગારો પાસે પોલીસ તંત્ર લાજ કાઢી રહી હોવાની છાપ ઉપસી રહી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement