ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

‘ક્રાઇમ ઘટાડવા પોલીસનુ કોમ્બિંગ’ : 20 શખ્સો હથિયાર સાથે ઝડપાયા

04:07 PM Nov 01, 2025 IST | admin
Advertisement

શહેરભરની પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં રાજકોટમાં એન્ટર થતાં વાહનનોનું ખાસ ચેકીંગ

Advertisement

‘ટાઢોળા’ વાતાવરણમાં દારૂ ઢીંચીને ફરતા 10 પીધેલા પોલીસની ઝપટે ચડયા

રાજકોટ શહેરમા દિવાળીનાં તહેવારોથી ક્રાઇમનો રેટ વધવા પામ્યો છે અને એક પછી એક છ જેટલી હત્યાઓ થઇ હતી તેમજ ચોરીનાં બનાવો અને મારામારીનાં બનાવો અટકવાનુ નામ લેતા નથી . ત્યારે થોડા દીવસ પહેલા જ મંગળા રોડ પર બે ગેંગ વચ્ચે સામ સામી ગોળીબારની ઘટના સામે આવી હતી. આ બનાવ બાદ ક્રાઇમ કોન્ફરન્સમા રાજકોટ પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથકનાં પીઆઇને પોતાનાં વિસ્તારમા રહેતા આવારા તત્વો અને રીઢા ગુનેગારોને પાઠ ભણાવવા આદેશ આપવામા આવ્યો હતો અને શહેરમા પોતાનાં વિસ્તારોમા આવતા સંવેદનશીલ વિસ્તારોમા પેટ્રોલીંગ તેમજ કોમ્બીંગ કરવા જણાવાયુ હતુ.

ત્યાર બાદ રાજકોટ પોલીસ એકશનમા આવી હતી અને અલગ અલગ વિસ્તારોમા કોમ્બીંગ કરી ર0 જેટલા શખ્સોને છરી સાથે ઝડપી લેવામા આવ્યા હતા અને ટાઢોળા વાતાવરણમા દારુ ઢીંચીને ટહેલવા નીકળેલા 10 પીધેલાઓને પણ ઝડપી લોકઅપ ભેગા કરી દીધા હતા . છરી સાથે ઝડપાયેલાઓમા રામનાથપરા પાસે ભવાની નગરમા રહેતા રાજેશ પોપટ ચૌહાણ, સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે શ્રીરામ ટાઉનશીપમા રહેતા રમેશ લખમણ ચાવડા, સ્પીડવેલ ચોક પાસે આવેલી ગોવાણી છાત્રાલય નજીકથી અર્જુન ઉર્ફે અજુ વેરશીભાઇ માથાસુરીયા, ઘંટેશ્ર્વર રપ વારીયામા રહેતા ફારુક બશીર મલેક, પરા પીપળીયાની એકતા સોસાયટીમા રહેતા સાહીલ અબ્દુલ મુસાણી , ઘંટેશ્ર્વર રપ વારીયા કવાટરમા રહેતા વિજય રમેશ પરમાર , રેલનગરમા આવેલી મહર્ષી દયાનંદ સરસ્વતી ટાઉનશીપમા રહેતા પરેશ રાજુભાઇ આહુજા , સંત કબીર રોડ બાલકૃષ્ણ સોસાયટીમા રહેતા ધર્મેન્દ્રસિંહ મંગળુભા રાયજાદા, સહિત 20 શખ્સોને છરી સાથે ધરપકડ કરવામા આવી હતી.

જયારે દારુ ઢીચીને નીકળેલા મનસુખ પ્રેમજી લુણાગરીયા, મહેન્દ્ર મુલચંદ મારવાડી, મહીપત જીલુભાઇ વણોલ, ભરતસિંહ સરદારસિંહ પરમાર , અર્જુન નેપાળી, જેન્તી ધનજીભાઇ બગથરીયા, અશોક માવજીભાઇ કયાડા, હરીનારાયણ જાંટ, અરવીંદ જાંટ અને રાહુલ ગોપાલ સોલંકીને ઝડપી લેવામા આવ્યા હતા. આ સિવાય રાજકોટ શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી, કીશાનપરા ચોક, રૈયા ચોકડી, બેડી ચોકડી, ગોંડલ ચોકડી, ઇન્દીરા સર્કલ અને કોટેચા ચોક સહીતનાં વિસ્તારોમા પોલીસની ટીમો દ્વારા વાહન ચેકીંગ કરવામા આવ્યુ હતુ. તેમજ પોલીસ મથકનાં સ્ટાફો દ્વારા પોતાનાં વિસ્તારોમા દેશી દારૂનાં અડાઓ પર રેડ કરી આઠેક જેટલા ગુના નોંધ્યા હતા તેમજ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીઆઇ ડી. એમ. હરીપરા અને સ્ટાફે વિસ્તારમા કોમ્બીંગ હાથ ધર્યુ હતુ. વિસ્તારમા આવેલા વામ્બે આવાસ યોજના તેમજ મુખ્ય માર્ગો પર વાહન ચેક કરી લોકોને તપાસ્યા હતા અને અમુક કવાટરોમા પણ ઝડતી કરી હતી.

કોઠારિયામાંથી 216 દારૂની બોટલ સાથે રિક્ષા ઝડપાઈ
શહેરનાં કોઠારીયા ગામથી આગળ મારુતી હાઇટસ નજીકથી દારૂ ભરેલી રીક્ષા નીકળવાની હોવાની બાતમી મળતા આજીડેપ પોલીસ મથકનાં પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમા પીએસઆઇ જે. જી. રાણા, એએસઆઇ રવીભાઇ વાંક, ભરતભાઇ જોગીયા અને દેવાંગભાઇ પાલા સહીતનાં સ્ટાફે રીક્ષાને અટકાવી તેમા સવાર કુવાડવા રોડ રોહીદાસ પરા શેરી નં 6 મા રહેતા હર્ષદ મનોજભાઇ મકવાણાની ધરપકડ કરી રીક્ષામા તપાસ કરતા તેમાથી 216 બોટલ રૂ. 83 હજારની દારૂની બોટલ મળી આવી હતી ઝડપાયેલા હર્ષદની પુછપરછ કરતા વૃંદાવન સોસાયટીમા રહેતા જયેશ ઉર્ફે જગદીશ મુળજીભાઇ પરમારનુ નામ ખુલતા તેમની શોધખોળ શરુ કરી છે. આરોપી પકડાયા બાદ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે પોલીસ હકીકત જાણી કાર્યવાહી કરશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement