પાન-બીડીના ગલ્લાઓમાં પોલીસનું ચેકિંગ, 126 સામે કેસ
ગુજરાત રાજ્યનું યુવાધન આ નવા પ્રકારના જોખમી વ્યસનની લતના રવાડે ન ચઢે તે માટે રાજ્ય સરકારે મૂળ COTPA ACT 2003ના કાયદામાં 2019ની સાલમાં સુધારો કરી ઇ-સિગારેટના ઉત્પાદન, આયાત, જાહેરાત અને વેચાણ, (ઓનલાઇન સહિત) વિતરણ, વ્યાપાર, આયાત ઉપર પ્રતિબંધ મુકવા સુધારા વિધેયક રજૂ કરી તેને સજાપાત્ર કોગ્નિઝેબલ ગુન્હાની વ્યાખ્યામાં સમાવેશ કરતી જોગવાઇનો સમાવેશ કર્યો હતો.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય નવી દિલ્હી દ્વારા નશા મુક્ત ભારત અભિયાન ચલાવવામા આવી રહ્યું છે.આ અભિયાન અંતર્ગત રાજ્ય સરકાર વિવિધ અવૈધ માદક પદાર્થોના નશાની બદી દૂર કરવા સતત કાર્યશીલ અને ચિંતીત હોય જેના ભાગરૂૂપે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગરીયા દ્વારા આ અભિયાનના ભાગરૂૂપે અસરકારક કામગીરી કરવા સૂચના આપી હોય જે અનુસંધાને નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને સ્પેશયલ બ્રાન્ચ) ડો.પાર્થરાજસિંહ ગોહીલ, મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઇમ) ભરત બી.બસીયા દ્વારા નશા મુક્ત રાજકોટ શહેર તેમજ Say No to Drugs થીમ હેઠળ એસ.ઓ.જી ના પીઆઇ ડી.સી. સાકરીયા,અરુણભાઈ બાંભણીયા,હાર્દિકસિંહ પરમાર,દિગુભા ગોહિલ અને ઇન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે દ્વારા વિવિધ શાળા/કોલેજોમા વિદ્યાર્થીઓ સાથે નશા મુક્તિ સબંધી જાગૃતિ કાર્યક્રમોનુ આયોજન કરી વિદ્યાર્થીઓને/નાગરીકોને આ સબંધે જાગૃત્ત કરવામા આવ્યા હતા તેમજ કોપ્ટા એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવી હતી.
નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત રાજકોટ શહેરમા ધ સિગારેટ્સ એન્ડ અધર ટોબેકો પ્રો
ડક્ટ્સ એકટ હેઠળ પાનના ગલ્લા/દુકાનો ખાતે ચેકિંગ કરી કોપ્ટા એક્ટ હેઠળ કુલ 126 કેસો કર્યા હતા.પોલીસમાંથી જણાવ્યું હતું કે,સિગારેટ કે બીડી પર આ વસ્તુ તમારા શરીર માટે હાનિકારક છે તેવી ચેતવણી લખવામાં આવે છે જ્યારે વિદેશી સિગારેટ્સ કે અન્ય માદક પદાર્થો પર આવી કોઈ ચેતવણી દર્શાવવામાં આવતી નથી તેમજ સ્કૂલ કે કોલેજોના 100 મિટરના વિસ્તારમાં આવી કોઈ વસ્તુઓ વેંચતા વેપારીઓ સામે કોપ્ટા એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.