રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લાલપુરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂટલેગરોને ત્યાં વીજચેકિંગ

01:45 PM Jan 15, 2025 IST | Bhumika
Advertisement

જામનગર જિલ્લાના લાલપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા જુદા જુદા બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી, અને અગાઉ દારૂૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય અથવા તો તેઓ સામે એકથી વધુ દારૂૂ ના કેસ થયા હોય તેવા 22 જેટલા બુટલેગરોના નામોની યાદી બનાવવામાં આવી હતી, અને લાલપુર ના પી.એસ.આઇ શ્રી ગોહિલ તેમજ અન્ય પોલિસ સ્ટાફ, જીઆરડીના જવાનો ઉપરાંત પીજીવીસીએલ ની ટીમને સાથે રાખીને આજે વહેલી સવારે સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા.

Advertisement

ઉપરોક્ત ચેકિંગ દરમિયાન જુદા જુદા 10 ઘરોમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું. આવા 10 બુટલેગરરોના મકાનના વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યા હતા, અને તેઓને રૂૂપિયા 3,40,000 ના દંડ સહિતના પુરવણી કરવામાં આવ્યા છે. લાલપુર પોલીસ અને વિજ તંત્ર ની ઓચિંતી કાર્યવાહીને લઈને વિજચોરો અને બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement