પોલીસ ટ્રાફિક નિયમનને બદલે દંડના નામે ઉઘરાણાંમાં વ્યસ્ત: કોંગ્રેસ
શહેરની ઉતરોત્તર કથળતી જતી ટ્રાફીક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાના બદલે શહેર પોલીસ દંડના નામે ઉઘરાણા કરતી હોવાનો આક્ષેપ કરતી રજુઆત શહેર કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અતુલ રાજાણી તથા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા પોલીસ કમિશનરને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વિકરાળ રૂૂપ ધારણ કરીને ત્યારે શહેર ટ્રાફિક પોલીસ નું અપૂરતું દળ ટ્રાફિક નિયમનના બદલે દરેક ચોકમાં ઊભા રહી ટ્રાફિક નિયમનને બદલે નજીવા ટ્રાફિક ભૂલ બદલ તોતિંગ દંડ વસૂલ કરી રહી છે. સરકારની તિજોરી ભરવા સિવાય ટ્રાફિક પોલીસ કે શહેર પોલીસ કોઈ કામ ન કરતી હોય એવી આંકડાકીય માહિતી પરથી સાબિત થાય છે.
શહેરમાં હાલ ટ્રાફિક પોલીસની 451 ની જગ્યાઓ છે. જેમાં 144 ટ્રાફિક પોલીસની ઘટ છે. ટ્રાફિક વોર્ડનનું 776 ની જગ્યા સામે 24 જગ્યાઓ ખાલી છે. વર્ષ 2023-24માં 99142150 50ખ7 2024-25માં 143929000 દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય રાજકોટ શહેરમાં આઇવે પ્રોજેકટ હેઠળના સીસીટીવી કેમેરા દ્વારા જાન્યુઆરી 2023 થી ડિસેમ્બર 2024 માં 22,54,38,550 અને જાન્યુઆરી 2024 થી ડિસેમ્બર 2025 સુધી માં 26,54,33,400 નો તોતિંગ દંડ વસુલ કરી પ્રજાના ખંખેરી સરકારની તિજોરી ભરવામાં આવી રહી છે. રાજકોટ શહેરમાં ટ્રક, ટ્રેકટર, લકઝરી બસો શહેરમાં પ્રતિબંધ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું અમલમાં હોવા છતાં આ જાહેરનામાનો ઉલાળીયો કરીને બેરોકટોક શહેરમાં ભારે વાહનો અને અતિ ભારે વાહનોની અવરજવર થઈ રહી છે અને શહેરમાં આવા ભારે વાહનો દ્વારા કોઈકનો લાડકવાયો કે કોઈકનો કંધોતર છીનવાયા છે. જે રાજકોટ શહેરના પોલીસ તંત્રના રેકોર્ડ પર મૌજુદ છે. આશ્ચર્યની બાબત તો એ છે કે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા છેલ્લા બે વર્ષમાં આ પ્રકારના ભારે વાહનો અંગે એક પણ ગુનો જાહેર નામાના ભંગનો નોંધવામાં આવ્યો નથી.
શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સદંતર ખાડે ગઈ છે ટ્રાફિક વ્યવસ્થાને સુદ્રઢ બનાવવા કોઈ વ્યવસ્થિત આયોજન છે નહીં શહેરમાં અનેક પ્રોજેકટ ના કામ ચાલતા હોય ત્યારે મુખ્ય રસ્તાઓ બંધ હોય ડાયવર્ઝનમાં અને શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો રોજિદા બન્યા છે. એક બાજુ શહેરનું અપૂરતું ટ્રાફિક પોલીસ દળ છે ત્યારે ટ્રાફિક પોલીસ મોબાઇલમાં વ્યસ્ત હોય છે ટ્રાફિક વોર્ડનના હવાલે ટ્રાફિક તંત્ર ચાલતું હોય તેવો આભાસ થાય છે.
રાજકોટ શહેર પોલીસ કચેરી અને રાજકોટ મહાનગર પાલિકા કચેરી વચ્ચે યોગ્ય સંકલન ના અભાવે સફેદ અને પીળા પટ્ટા લગાવવામાં આવ્યા નથી જે અંગે પ્રજા ને અવઢવ રહે છે અને સફેદ કે પીળા પટ્ટા ન હોવા છતાં ટ્રાફિક પોલીસ ટુ-વ્હીલર ટોઇંગ કરી જવાની ઘટનાઓ બની રહી છે. ફૂટપાથ પર તંત્રની મીઠી નજર હેઠળ દબાણો યથાવત રહ્યા છે પર આ બજાર ધર્મેન્દ્ર રોડ અને શહેરના જે 46 રાજમાર્ગો પર દબાણ હટાવવા અંગે અનેક વખત પોલીસ અને મહાનગરપાલિકા વચ્ચે બેઠકો થવા છતાં દબાણો યથાવત રહેતા અને અધિકારીઓને લાંચિયા અને ભ્રષ્ટ નીતિના પગલે ટ્રાફિકજામના અને અકસ્માતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા હોવાનું અંતમાં જણાવાયું છે.