લાઠીના ચાવંડ નજીક આધેડનું અકસ્માતમાં મોત નીપજાવનાર યુવાનને પોલીસે ઝડપ્યો
લાઠી તાલુકાના ચાવંડ નજીક એકાદ સપ્તાહ પહેલા અહીથી રાત્રીના સમયે પસાર થઇ રહેલા એક આધેડને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લઇ મોત નિપજાવી નાસી છુટયો હતો. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે અકસ્માત કરનાર શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જિલ્લા પોલીસવડા સંજય ખરાત, નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇની સુચનાથી લાઠી પોલીસ મથકના પીઆઇ એસ.એમ.સોની, પીએસઆઇ કે.કે. પાંડવ તથા સ્ટાફના આર.ડી.કોતર, એસ.ડી.કામળીયા, વિશ્વજીતસિંહ ગોહીલ, તથા સુનીલભાઈ રાઠોડે અકસ્માત સર્જી આધેડનુ મોત નિપજાવનાર ચાલક આશિષકુમાર ઘનશ્યામભાઈ પાઠક (ઉ.વ.48) નામના યુવકને ઝડપી લીધો હતો. પોલીસે વાહન પણ કબજે લીધુ હતુ.પોલીસે લોકભાગીદારીથી લગાવવામા આવેલ સીસીટીવી કેમેરાના ફુટેજ તેમજ લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાવંડ પોસ્ટ ખાતેના સીસીટીવી ફુટેજ તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલરૂૂમ દ્વારા ફુટેજની તપાસ કરાઇ હતી જેને પગલે ગુનાનો ભેદ ઉકેલાયો હતો.