For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલના સડકપીપળિયા અને શાપર-વેરાવળના ઢોલરામાં બે નકલી ડોક્ટરને ઝડપી લેતી SOG

01:37 PM Jan 17, 2025 IST | Bhumika
ગોંડલના સડકપીપળિયા અને શાપર વેરાવળના ઢોલરામાં બે નકલી ડોક્ટરને ઝડપી લેતી sog

રાજકોટ જીલ્લામાં ગ્રામ્ય એસઓજીએ ગોંડલના સડકપીપળીયા અને શાપર વેરાવળના ઢોલરા ગામેથી બે નકલી તબીબને ઝડપી લીધો હતો. બન્ને નકલી તબીબ સામે મેડીકલ પ્રેક્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બન્ને છેલ્લા ઘણા સમયથી ડીગ્રી વિના લોકોની સારવાર કરતા હતા.રાજકોટ ગ્રામ્ય એસઓજીના પી.આઈ એફ.એ.પારગી અને તેમની ટીમે જીલ્લામાં બે નકલી ડોક્ટરને ઝડપી લીધા હતા. જેમાં આ ગોંડલના સડકપીપળીયા ગામે બીએચએમએસની ડીગ્રી ધરાવતાં મૂળ ભાવનગરના તળાજાના રાજપરા વતની અને હાલ ગોંડલના ભરૂૂડી રહેતા ડો.રાજુભાઈ રાણાભાઈ ચૌહાણની ધરપકડ કરી હતી.પકડાયેલ ડો.રાજુ ડીગ્રી વિના એલોપથીની પ્રેકટીસ કરતાં હોવાનું જાણવા મળ્યું હતું. ડો.રાજુભાઈએ રાજસ્થાનના ગંગાનગર ખાતેથી ડીગ્રી મેળવી છે. હેલ્થ ઓફિસરે જણાવ્યું કે આ પ્રકારની ડીગ્રી ધરાવનાર એલોપથીની પ્રેકટીસ કરી શકે નહીં. જેથી કાર્યવાહી કરવામાં આવી છે.

Advertisement

બીજા દરોડામાં એસઓજીએ લોધીકાના ઢોલરા ગામેથી ધો.10 પાસ નકલી ડોક્ટર રાજકોટના મવડી ચોકડી, આર.કે. એમ્પાયરની પાછળ, જલારામ સોસાયટી-1માં રહેતા રાજેશ ભીખાભાઈ મારડીયા (ઉ.વ.37)ને પણ ઝડપી લીધો હતો. એસઓજીના સૂત્રોએ વધુમાં જણાવ્યું કે આરોપી રાજેશ અગાઉ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો. જેનો અનુભવ કામે લગાડી ઢોલરામાં ડોકટર તરીકે પ્રેકટીસ શરૃ કરી દીધી હતી. તે છેલ્લા પાંચ વર્ષથી પ્રેકટીસ કરે છે.એસઓજીએ બંને ડોકટરોને ત્યાંથી જુદા-જુદા પ્રકારની એલોપથીની દવાઓ, ઈન્જેકશનો અને બાટલાઓ વગેરે મળી કુલ રૃા.3ર,333નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

જીલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાથી એસઓજીના પી.આઈ એફ.એ. પારગી સાથે પીએસઆઈ બી. સી. મિયાત્રા, એ.એસ. આઇ. જયવિરસિંહ રાણા, અમીતભાઇ કનેરીયા, ઇન્દ્રસિંહ જાડેજા.સંજયભાઇ નિરંજની, અતુલભાઇ ડાભી, હિતેશભાઇ અગ્રાવત,પ્રહલાદસિંહ રાઠોડ, અરવિદભાઇ દાફડા, શીવરાજભાઇ ખાચર, વિજયગીરી ગોસ્વામી, રધુભાઇ ઘેડ, ચીરાગભાઇ કોઠીવારે કામગીરી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement