અમદાવાદ સિવિલમાં દિવંગતોના પરિવારની સેવામાં પોલીસ-નર્સિંગ સ્ટાફ ખડેપગે
અમદાવાદમા બનેલી ભયંકર ઘટનાનાં મૃતકોનાં પરીવારો સ્વજનની ઓળખ અને મૃતદેહ લેવા માટે સિવિલ આવતા કરૂણાસભર દશ્યો સર્જાયા છે. કોણ-કોને સાંત્વના આપે તેવો ઘાટ સર્જાયો છે ત્યારે પોલીસ અને નર્સીંગ સ્ફાટ દ્વારા માવતા દાખવતા તમામ સ્વજનોને સાંત્વના પાઠવી અને ચા, પાણી, નાસ્તાની સેવા પુરી પાડી રહયા છે.
પ્લેન ક્રેશ દુર્ઘટનામાં સ્વજન ગુમાવનાર પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે છે. ત્યાં DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે. પોલીસ આ તમામ પરિવારજનોની ખાસ સંભાળ રાખી તેમની સેવા કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં પરિવારજનોને સાંત્વના આપવાની સાથે, પોલીસ પોતે જ તેમને ચા, પાણી અને નાસ્તો પીરસી રહી છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં દાઝી ગયેલા ઈજાગ્રસ્તોને સંપૂર્ણ મેડિકલ પ્રોટોકોલ સાથેની સઘન અને શ્રેષ્ઠત્તમ સારવાર અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવી રહી છે. નિષ્ણાત તબીબોના સતત મોનિટરિંગ સાથે નર્સિંગ સ્ટાફ આ દાઝી ગયેલા દર્દીઓની સેવા- સુશ્રુષા કરી રહ્યો છે .