ઉપલેટા-જામકંડોરણામાં પોલીસ તથા ખાણખનીજ વિભાગની સ્ટ્રાઈક
રાજકોટ જિલ્લામાં ચાલતા ખનીજ ખનન અને રેતી ચોરી પર અંતે પોલીસ તથા ખાણખનીજ વિભાગ દ્વારા અલગ અલગ દરોડા પડ્યા હતા. જામકંડોરણાના લુણાગરા-ઈશ્વરિયા ગામ પાસે નદીમાં થતી રેતીચોરી કરતા તત્વો ઉપર દરોડો પાડ્યો હતો અને બે લોડર, પાંચ ડમ્પર મળી 1.05 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો જયારે ઉપલેટા પંથકમાં અલગ અલગ ચાર દરોડામાં ગેરકાયદેસર રેતી ચોરી કરીને નીકળેલા રૂૂ.44.80 લાખના 4 ટ્રક ડીટેઈન કર્યા હતા. પાંચ દરોડામાં રૂૂ.1.45 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે ખનન માફિયા હાથ લાગ્યા ન હતા.
રાજકોટ જિલ્લામાં ચાલતા ખનીજ ખનન અને રેતી ચોરી કરતા ખનીજ માફિયા સામે પોલીસ અને ખાણખનીજ વિભાગના અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં જામકંડોરણા નજીકની કોકળ નદીના પટમાંથી રેતીચોરીનું કારસ્તાન ચાલતું હોવાની ધોરાજીના ડીવાયએસપી સિમરન ભારહાજ સાથે પીએસઆઈ બી.ડી. જોશી સ્ટાફ તથા ખાણખનીજ વિભાગના અધિકારી અંકિત ભટ્ટને સંયુક્ત માહિતી મળી હતી જે આધારે બન્ને વિભાગે મળીને દરોડો પાડયો હતો. ટીમો ત્રાટકતા રેતી ચોરી કરતા વાહનચાલકો, મજૂરો દરોડા વખતે ભાગી ગયા હતા. પોલીસ તથા ખાણખનીજ વિભાગે સ્થળ પર રેઢા પડેલા બે લોડર, પાંચ ડમ્પર મળી 1.05 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જયારે ઉપલેટા - પાટણવાવ રોડ પર સમઢીયાળા ગામ પાસે અલગ અલગ 4 દરોડામાં 1 ટ્રકમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા 15 ટન સાદી રેતી ખનીજ અંદાજીત જેની અંદાજીત કિંમત રૂૂ.75,000 તથા ટ્રકની અંદાજીત કિંમત 9,00,000 મળી કુલ રૂૂ. 9,75,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
તેમજ સમઢીયાળા - ભીમોરા રોડ પર તલગણા ગામ પાસેથી 1 ટ્રક પકડી પાડી તેમાં રોયલ્ટી પાસ વગર ગેરકાયદેસર રીતે 15 ટન રેતી જેની અંદાજીત કિંમત 75,000/- તથા ટ્રકની અંદાજીત કિંમત 13 લાખ મળી કુલ કિંમત રૂૂ,13,75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અન્ય દરોડામાં ઉપલેટા - પાટણવાવ રોડ પર ભાદર નદીના પુલ પાસે ચેકિંગ વખતે બે ટ્રક ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરતા પકડી પડ્યા હતા. આમ અલગ અલગ 4 ટ્રકોમાં ગેરકાયદેસર રીતે સાદી રેતી ખનીજનું વહન કરતા અંદાજીત કિંમત રૂૂ.44,80 લાખનો નો મુદ્દામાલ સીઝ કરી સંબંધિત પોલીસ સ્ટેશન ને સોંપવામાં આવ્યો હતો.