વાંકાનેરમાં કાયદા તોડ વાહન ચાલકો સામે પોલીસ તંત્ર એલર્ટ
81 વાહનોને ડિટેન તેમજ રૂા.15,100નો દંડ વસૂલ્યો
વાંકાનેર શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહન થી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવરે જોવા મળતા હોય છે અધૂરામાં પૂરું ભારે વાહનનો પ્રવેશ શરૂ થતાની સાથે જ ટ્રાફિક સમસ્યામાં વધુ વધારો થયો હોય તેના કારણે તંત્રની નિષ્ક્રિયતા નેતાઓની નિષ્ફળતાનો ભોગ નાના મોટા વાહન ચાલકો બન્યા હોય મંદી મોંઘવારી બેરોજગારીના સમયે આડે ધડ પાર્ક થતા વાહનો સહિત કાયદા તોડ વાહન ચાલકો સામે કાયદો વ્યવસ્થા ને રખેવાળ પોલીસ તંત્ર એલર્ટ થયું હોય તેથી પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી ત્રણ ટીમો જુદા જુદા વિસ્તારો ચોકમાં પોલીસના કાફલા સાથે ખડકી દેતા 81 નાના મોટા વાહનો ને ડીટેઇન કરવામાં આવ્યા હતા.
અને ₹15,100 નો હાજર દંડ વસુલ કરવામાં આવ્યો છે જે વરસાદ અતિ ભારે પડતા રાતીદેવડી પંચાસર રોડ નો બાયપાસ પુલ બેસી ગયા પછી ઉભો કરવામાં તંત્ર દ્વારા હજુ શરૂૂ ન થતા ટ્રાફિકનું નિરાકરણ લાવવામાં તંત્ર નિષ્ક્રિય રહ્યું છે જેના પરિણામે ટ્રાફિક જામના દ્રશ્યો નો ભોગ વાંકાનેરના રહીશો સહિત વાંકાનેરમાં પસાર થતા વાહન ચાલકો ભોગ બની રહ્યા છે ભારે વાહનો પ્રવેશ રાતી દેવડી પંચાસર બાયપાસ પુલ બેસી જતા સિટીમાં શરૂૂ કરવાતા હાલાકી વધી છે છતાં પોલીસ નો કાફલો નાના મોટા વાહન ચાલકોને દંડ ફટકારી રહ્યું છે જે મંદી મોંઘવારી બેરોજગારીના માહોલમાં નાના મોટા વાહન ચાલકો માટે પડ્યા પર પાટુ સમાન બન્યું છે.