જામકંડોરણાના ધોળીધાર ગામે ઝેરી જીવાતનો ત્રાસ, ત્રણ લોકો હોસ્પિટલમાં
ચોમાસામા વર્ષા રાણીના આગમનથી પશુ પક્ષી સહીત મનુષ્ય અનેરો આનંદ હોય છે. નવ પલ્લવીત વૃક્ષો થી ધરતી લીલી ચાદરથી ચારોતરફ હરિયાળી છવાઈ જતી હોય છે ત્યારે વરસાદની સાથેષસાથે આ રૂૂતુમાં માખી મચ્છર અને જીવાતુંનો ઉપદ્રવ પણ ખાસ્સો જવા મળે છે. જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને કોઈ જીવાત કરડવાથી દવાખાને સારવાર હેઠળ ખસેડાયા છે.
આ અંગેની વધુ મળતી માહિતી મુજબ જામકંડોરણા તાલુકા ના ધોળીધાર ગામે એક મહિલા સહીત ત્રણ વ્યક્તિને આ ઝેરી જીવાતું કરડવાથી બિમારી મા પટકાયા છે. આ ઝેરી જીવાતુંનું ઇન્ફેક્શન આવતા બીપી લો થઈ જાવું, ડાયાબિટીસ હાય થઈ જવું અને શરીરમાં જે જગ્યા જીવાતું કરડી હોય તે જગ્યાએ રસી થવા લાગે છે આ ગંભીર કહી શકાય તેવી જીવાતું ગામલોકોમા ભય નો માહોલ સર્જાયો છે.
ત્યારે ધોળીધાર ગામમાં ત્રણ વ્યક્તિ ને ગંભીર બિમારને કારણે તાત્કાલિક ગોંડલ દાખલ થયા છે બે વ્યક્તિ સુખ વાલા હોસ્પિટલવ ગોંડલ અને એક ક્રિષ્ના હોસ્પિટલ ગોંડલ સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તંત્ર આ બાબતે રિપોર્ટ તૈયાર કરે અને વધુ લોકો આવી ગંભીર બીમારીનો ભોગના બને એ પહેલા અટકાવે અને પાણીના ભરેલા ખાડામાં ફક્ત ચૂનાની જગ્યાએ અસર કરે એવો જંતુનાશક પાવડર નો છટકાવ કરે જેથી જીવ જંતુઓનો નાશ કરી શકાય ફક્ત વાઈટ ચુનાથી કોઈપણ જાતના જીવજંતુઓનો નાશ નથી થતો જેથી ફક્ત તંત્ર બિલ ઉધારી કામગીરી પૂર્ણ કરે છે આવનારા દિવસોમાં તંત્ર સફાળું જાગે અને આ ભેદી રોગને નાથવાનું કામ કરે એવી લોકોની અપેક્ષા કરી રહ્યા છે જ્યારે આ જે વાત કરડવાની બાબતની જાણ ધોળીધાર ગામના ઉપ સરપંચ દ્વારા જણાવવામાં અમને આવી ત્યારે અમે જામકંડોરણા હેલ્થ ઓફિસર જામકંડોરણાની રૂૂબરૂૂ મુલાકાતે ગયા હતા ત્યારે ત્યાં રવિવાર હોવાના કારણે હેલ્થ ઓફિસર હાજર નહોતા બાદમાં ટેલિફોનિક વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ ફોન રિસીવ ન થતા છેવટે મામલતદાર નો કોન્ટેક કરીને આ બાબત ની જાણકારી મેળવેલી હતી.
