રાજુલાના ચારોડિયા ગામ નજીક શ્રમિક પરિવાર પર ઝેરી મધમાખીનો હુમલો
અમરેલીના રાજુલા તાલુકાના ચારોડીયા ગામ નજીક મજૂર પરિવાર ચાલીને જઈ રહ્યો હતો, આ દરમિયાન ઝેરી મધ માખીના ઝુડે પરિવાર ઉપર હુમલો કર્યો હતો. જેથી અફડાતફડી મચી જવા પામી હતી. પરિવારના 4 લોકો ઉપર ઝેરીમધ માખીએ ડંખ મારતા ઈમરજન્સી 108 રાજુલા તેમજ નાગેશ્રીની 108 મદદથી રાજુલા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
રાજુલા ની સરકારી હોસ્પિટલમાં તેઓની સારવાર ચાલી રહી છે જેમાં ઈજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે ઝેરી મધમાખીના હુમલામાં બાળકો ઉપર વધુ અસર થવાના કારણે બાળકો ગંભીર હોવાથી તાત્કાલિક રાજુલા ની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતા હોસ્પિટલમાં અન્ય લોકો પણ મદદ માટે દોડી આવ્યાં હતા. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઝેરી મધમાખીઓ લોકો ઉપર હુમલો કરતા હોય છે અને આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે અગાવ અનેક વિધાર્થીઓ ઉપર પણ ઝેરી મધમાખીઓએ હુમલો કરી ડંખ મારવાની ધટના બનવા પામેલ છે જેના કારણે આવી ધટના માં લોકો ના ભય ફેલાયેલ રહે છે.