PMU સ્ટાફમાં કામ કરતા કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાલ પર
કર્મીઓની જવાબદારી નક્કી કરવા અને સમયસર પગાર કરવા માંગ
ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં તથા તમામ તાલુકાઓમાં નાણાપંચ યોજના અંતર્ગત પ્રોજેક્ટ મોનીટરીંગ યુનીટમાં આઉટસોર્સિંગ મારફત કર્મચારીઓ વર્ષ-2017 થી ફિક્સ વેતન રૂૂ.20,000/-(મળવાપાત્ર વેતન 17,730/-) મા તમામ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે, જે બાબતે ઉક્ત વેતનમાં આજ દીન સુધી કોઇ પણ પ્રકારનો વધારો સરકાર દ્વારા કરવામાં આવેલ નથી.
તેમજ જેમ અન્ય યોજનાઓના કરાર આધારિત કર્મચારીઓને પગારમાં સરકાર માથી નક્કી થયેલ નિયત રકમ/ટકાવારીમાં વાર્ષિક વધારો આપવામાં આવે છે, તેમ નાણાંપંચના કર્મચારીઓના પગારમાં પણ વાર્ષિક નિયત જોગવાઈ મુજબ પગારમાં વાર્ષિક વધારો આપવામાં આવે. તથા રાજ્ય કક્ષાએથી વિવિધ યોજનાઓના રાજ્યના તમામ આઉટસોર્સ કર્મચારીઓ માટે ArMee infotech Pvt Ltd.. નામની એજન્સીની નિમણુક કરેલ હોવા છતાં સમયસર પગાર કરવામાં આવતો નથી. જે સમાયસર પગાર થાય.તથા ઘણી વખત રજુઆત કરવા છતાં PMU સ્ટાફને જોબચાર્ટ પણ આપવામાં આવતો નથી, જેના લીધે શું શું કામગીરી PMU સ્ટાફને કરવાની થાય છે PMU સ્ટાફની જવાબદારીઓ શું છે, તે નક્કી થઈ શકતું નથી. જેના લિધે ઘણી વિસંગતતા રહે છે. તો આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ તમામ કર્મચારીઓનો જોબચાર્ટ નક્કી કરવામાં આવે.
આ અંગે અગાઉ અત્રેથી તથા અન્ય તમામ જિલ્લા કર્મચારીઓ દ્વારા વારંવાર રજૂઆત કરેલ છે, છતાં કોઈ નિરાકરણ આવેલ નથી, જેથી હવે આ બાબતે તારીખ 01/08/2025 થી જયાં સુધી PMU સ્ટાફની રજૂઆતને ધ્યાને ના લેવામાં આવે તથા વેતનમાં યોગ્ય વધારો કરી આપવામાં ના આવે ત્યાં સુધી ગુજરાત રાજ્યના નાણાપંચ યોજનાના જિલ્લા તથા તાલુકા કક્ષાના PMU સ્ટાફના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર જવા મજબુર છીએ. તો આ અંગે વહેલી તકે યોગ્ય ન્યાય/ નિર્ણય કરવા અધીકારીઓને ભલામણ સહ વિનંતી છે