For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PM મોદી કાલથી ગુજરાતમાં, 267 કરોડના મ્યુઝિયમ સહિતના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

01:09 PM Oct 29, 2025 IST | admin
pm મોદી કાલથી ગુજરાતમાં  267 કરોડના મ્યુઝિયમ સહિતના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત

શુક્રવારે કેવડિયામાં સરદાર પટેલને શ્રધ્ધાંજલિ, એકતા પરેડ સહિતના કાર્યક્રમોમાં જોડાશે

Advertisement

પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે આવશે અને 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ વર્ષે દેશ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરી રહ્યો છે, જેનું કેન્દ્રબિંદુ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) નજીકનું કેવડિયા છે. મોદી સૌપ્રથમ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ પ્રસંગે કેવડિયા ખાતે એક ભવ્ય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દેશના 8 રાજ્યોની પોલીસ સહિત કુલ 16 બટાલિયન ભાગ લેશે. આ ઉપરાંત, સરદાર પટેલના વારસદારો પણ આ ઐતિહાસિક કાર્યક્રમમાં હાજર રહેશે, જે એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે.

પીએમ મોદી માત્ર ઉજવણીમાં જ નહીં, પરંતુ ગુજરાતને અનેક મહત્ત્વના વિકાસ કાર્યોની ભેટ પણ આપશે. જેમાં સૌથી મુખ્ય છે રાજવી પરિવારોની યાદમાં મ્યુઝિયમનું ખાતમુહૂર્ત. આ મ્યુઝિયમ રૂૂપિયા 267 કરોડના જંગી ખર્ચે બનાવવામાં આવશે અને તે 5 એકરથી વધુ જગ્યામાં ફેલાયેલું હશે. આ મ્યુઝિયમ દ્વારા દેશના એકીકરણમાં રાજવી પરિવારોના યોગદાનને કાયમી યાદગીરી અપાશે. આ ઉપરાંત, મોદી SOU વિસ્તારમાં પ્રવાસીઓ માટે નવો સાયકલ ટ્રેક ખુલ્લો મૂકશે, જે પર્યાવરણને અનુકૂળ પ્રવાસન માટે પ્રોત્સાહન આપશે.

Advertisement

વિકાસની ગતિને આગળ વધારતા, મોદી કેવડિયામાં અન્ય બે નવા આકર્ષણોની પણ ભેટ આપશે. વીર બાળ ઉદ્યાન અને બોન્સાઈ પાર્ક. વીર બાળ ઉદ્યાન બાળકોમાં દેશભક્તિ અને વીરતાના ગુણો કેળવવામાં મદદરૂૂપ થશે, જ્યારે બોન્સાઈ પાર્ક કલાત્મક વૃક્ષો અને પ્રકૃતિના સૌંદર્યને પ્રદર્શિત કરશે. મોદીનો આ પ્રવાસ સરદાર પટેલને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવાની સાથે-સાથે કેવડિયાને એક વિશ્વસ્તરીય પર્યટન સ્થળ તરીકે વધુ વિકસિત કરવાના પ્રયાસોને વેગ આપશે. આ તમામ વિકાસકાર્યો કેવડિયાની શાનમાં વધારો કરશે અને પ્રવાસીઓને આકર્ષિત કરશે.
31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગના ભાગરૂપે વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે આવશે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટિને દુલ્હનની જેમ સણગારવામાં આવ્યું છે.

એકતાનગરમાં 9000 પ્રવાસીઓ માટે 11 ડોમ તૈયાર કરાયા

તા. 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ 11 ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 7 ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, 2 ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા 2 ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમોમાં કુલ 9014 લોકોની અને 1400 પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે.પ્રત્યેક ડોમમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઇન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂૂમ અને ન્હાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા માટે અલગ ડોર્મિટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે.એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. પાણી, લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે. ઉપરાંત, 174 બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે.

Advertisement
Tags :
Advertisement
Advertisement