PM મોદીએ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી, કેવડિયામાં દિલ્હી જેવી પરેડ
આજે (૩૧ ઓક્ટોબર, ૨૦૨૫) લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ છે. આ ખાસ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એકતા નગર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી' પર પહોંચીને PM મોદીએ લોખંડી પુરુષને નમન કરીને પુષ્પાંજલિ અર્પી હતી.
શ્રદ્ધાંજલિ બાદ PM મોદીએ 'રાષ્ટ્રીય એકતા દિવસ' પરેડમાં સલામી લીધી. આ વર્ષની પરેડનું મુખ્ય આકર્ષણ મહિલા શક્તિ રહી છે, જેમાં પરેડની તમામ ટુકડીઓનું નેતૃત્વ મહિલા અધિકારીઓ કરી રહી છે.એકતા પરેડમાં BSF અને ગુજરાત પોલીસ દ્વારા સંયુક્ત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખાસ બેન્ડ અને રાયફલ સાથે ગુજરાત પોલીસ અને BSFની ટીમે સંયુક્ત રીતે એકતા પથ પર પોતાનું શાનદાર પ્રદર્શન આપી શૌર્યની નવી પરિભાષા વ્યક્ત કરી હતી.
આજે સવારે 10:45 વાગ્યે પીએમ મોદીએ ‘આરંભ 7.0’ના સમાપન પ્રસંગે તાલીમાર્થીઓ સાથે વાર્તાલાપ કર્સ્શે અને તેમને રાષ્ટ્રસેવામાં નવી પ્રેરણા આપશે. આ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન બપોરે 12:20 વાગ્યે કેવડિયાથી વડોદરા પહોંચશે અને ત્યાંથી બપોરે 1:00 વાગ્યે દિલ્હી માટે રવાના થવાના છે.