For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

PM મોદી બે દિવસ ગુજરાતમાં, 5400 કરોડના વિકાસ કામોની ભેટ

11:09 AM Aug 25, 2025 IST | Bhumika
pm મોદી બે દિવસ ગુજરાતમાં  5400 કરોડના વિકાસ કામોની ભેટ

રાત્રિ રોકાણ રાજભવનમાં, કાલેહાંસલપુરમાં સુઝુકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આ દરમિયાન વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપશે સાંજે 6 વાગ્યે તેઓ અમદાવાદના નિકોલમા આવેલા ખોડલધામ મેદાન ખાતે રૂૂપિયા 5,400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન, ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે તથા જાહેર સભાને સંબોધિત કરશે.
અમદાવાદમા પ્રધાનમંત્રી રૂૂપિયા 5,400 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટોમાં શહેરી વિકાસ, ઉર્જા, માર્ગ અને રેલવે સહિતના ક્ષેત્રોનો સમાવેશ થાય છે.

રેલવે પ્રોજેક્ટો
રૂૂપિયા 1,400 કરોડથી વધુ રેલવે પ્રોજેક્ટોમાં મહેસાણા-પાલનપુર રેલ લાઈન (65 કિ.મી.) ડબલિંગ, કલોલ-કડી-કટોસણ રોડ (37 કિ.મી.) અને બેચરાજી-રણુજ (40 કિ.મી.) રેલ લાઈનનું ગેજ ક્ધવર્ઝન, કટોસણ રોડ-સાબરમતી પેસેન્જર ટ્રેનની શરૂૂઆત અને બેચરાજીથી કાર-લોડેડ ફ્રેઇટ ટ્રેન સેવા શરૂૂ કરવાના કામોનો સમાવેશ થાય છે.

Advertisement

માર્ગ અને પરિવહન વિકાસ
વિરમગામ-ખુદાદ-રામપુરા રોડનું વિસ્તરણ, અમદાવાદ-મહેસાણા-પાલનપુર રોડ પર 6-લેન અંડરપાસ, અમદાવાદ-વિરમગામ રોડ પર રેલવે ઓવરબ્રિજ. આ પ્રોજેક્ટો ઉદ્યોગિક વિકાસ, પરિવહન કાર્યક્ષમતા અને આર્થિક તકોમાં વધારો કરશે.

ઉર્જા ક્ષેત્ર
અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગરમાં ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) હેઠળ વિજ વિતરણ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વિજ પુરવઠાની વિશ્વસનીયતા વધારાશે, આફત દરમિયાન બ્રેકડાઉન અને આઉટેજિસ ઘટાડાશે, નેટવર્કનું આધુનિકીકરણ થશે.

શહેરી વિકાસ
અમદાવાદના રામાપીરનો ટેકરો, સેક્ટર-3 ખાતે PMAY(U)હેઠળ ઇન-સીટુ સ્લમ રિહેબિલિટેશનનો પ્રારંભ. સરદાર પટેલ રિંગ રોડ પર રોડ વાઈડનિંગ. પાણી અને ગટર વ્યવસ્થા મજબૂત કરવા મુખ્ય શહેરી પ્રોજેક્ટોનું ભૂમિપૂજન કરાશે. અમદાવાદ પશ્ચિમમાં નવા સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ભૂમિપૂજન અને ગાંધીનગરમાં સ્ટેટ લેવલ ડેટા સ્ટોરેજ સેન્ટરની સ્થાપના કરાશે.

કાલે સવારે 10:30 વાગ્યે પ્રધાનમંત્રી હંસલપુર ખાતે હાઈબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સનું સ્થાનિક ઉત્પાદન શરૂૂ કરશે અને બેટરી ઇલેક્ટ્રિક વાહન નિકાસને 100 દેશોમાં ફ્લેગ ઑફ કરશે. મેક ઇન ઇન્ડિયાના મહત્વપૂર્ણ સફળતાના ઉદાહરણરૂૂપે, પ્રધાનમંત્રી હંસલપુર ખાતે સુઝુકીની પહેલી વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક કાર ઠ VITARA ને 100થી વધુ દેશોમાં નિકાસ માટે ફ્લેગ ઑફ કરશે. ભારત સુઝુકી માટે ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબ બનશે. 80%થી વધુ બેટરી મૂલ્ય હવે ભારતમાં જ નિર્મિત થશે.

નિકોલમાં જાહેરસભા, 1.5 કિ.મી.નો રોડ શો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના દોઢ કિલોમીટરના રોડ શો માટે સમગ્ર માર્ગને તિરંગા અને અન્ય બેનરોથી શણગારવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કડક પોલીસ સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને વાહનવ્યવહારના નિયમો માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. વડાપ્રધાનના રોડ શો અને સભાને ધ્યાનમાં રાખીને, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિકોલ વિસ્તારને સંપૂર્ણપણે નવો લુક આપ્યો છે.

મેંગો સિનેમાથી ખોડલધામ તરફ જતા રોડ પરના ડિવાઈડર પર તિરંગા અને તિરંગા રંગની પટ્ટીઓ લગાવીને દેશભક્તિનો માહોલ ઊભો કરાયો છે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં વડાપ્રધાનનું સ્વાગત કરતા મોટા હોર્ડિંગ્સ અને બેનરો લગાવવામાં આવ્યા છે, જ્યારે જુદા જુદા સર્કલ અને જાહેર સ્થળોએ રોશની કરવામાં આવી છે. નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, વિશાળ અને સંપૂર્ણપણે વોટરપ્રૂફ જર્મન ડોમ તૈયાર કરાયો છે, જેથી સભામાં ઉપસ્થિત લોકોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે નિકોલ ખાતે કરોડો રૂૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ જાહેર સભાને સંબોધિત કરશે. તેઓ નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો પણ કરશે.

ગુજરાત પ્રવાસનું સંપૂર્ણ શેડ્યૂલ
PM નરેન્દ્ર મોદી 4 વાગ્યે અમદાવાદ પહોંચશે
4:30 કલાકે હરિદર્શન ચાર રસ્તાથી ખોડલ ગ્રાઉન્ડ સુધી રોડ શો
5:30 વાગ્યે નિકોલ ખોડલધામના ગ્રાઉન્ડમાં જાહેર જનસભા
8 વાગ્યે ગાંધીનગરમાં રાજભવનમાં રાત્રિ રોકાણ
26 ઓગસ્ટના કાર્યક્રમ
સવારે 10 વાગ્યે હાંસલપુરમાં સુઝીકી મોટર્સ પ્લાન્ટનું ઉદ્ધઘાટન કરશે
ઊટ બેટરી પ્લાન્ટના ઉદ્ધઘાટન બાદ દિલ્લી જવા થશે રવાના

Advertisement
Tags :
Advertisement
Advertisement