સાબરમતી-વેરાવળ વંદેભારત ટ્રેનને PM મોદીની લીલીઝંડી
જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વીરમગામ સ્ટેશને સ્ટોપ: આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, બાયો-ટોઇલેટસ, સીસીટીવી, મોબાઇલ-ચાજિંગ સહિતની સુવિધા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વેરાવળ-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દાહોદથી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ રીકલાઇંગ અને આરામદાયક સીટો, સ્લાઇડિંગ દરવાજા, મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટ, બાયો-ટોઇલેટ્સ, ઓટોમેટિક એન્ટ્રી અને એક્ઝિટ ગેટ, સીસીટીવી કેમેરા જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ છે, જે મુસાફરોને વિશ્વ કક્ષાની આરામ અને સુવિધાઓ પૂરી પાડે છે.
ટ્રેન નં. 09502 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 26 મે, 2025 ના રોજ વેરાવળથી 11.30 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 18.25 વાગ્યે સાબરમતી પહોંચશે. માર્ગમાં આ ટ્રેન જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટેશનો પર ઉભી રહેશે. વેરાવળ રેલવે સ્ટેશન ખાતેથી ટ્રેનનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જેમાં સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુંભાવો રહ્યા હાજર, ટ્રેનમાં પ્રથમ મુસાફરી મહિલા મંડળે કરી છે અને જૂનાગઢથી મહિલા મંડળ વેરાવળ પહોંચ્યું છે, 150 કરોડના ખર્ચે નવુ રેલવે સ્ટેશન બનશે.
ટ્રેન નં. 26901 સાબરમતી-વેરાવળ વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી સાબરમતી (ધરમનગર બાજુ) સવારે 05.25 વાગ્યે થી ઉપડશે અને તે જ દિવસે 12.25 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 26902 વેરાવળ - સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ 27 મે, 2025 થી વેરાવળ થી 14.40 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે 21.35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન ગુરુવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. આ ટ્રેન બંને દિશામાં વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચ છે. ટ્રેન નં. 26901 અને 26902નું બુકિંગ 25 મે, 2025 થી PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂૂ થશે.
આ વંદે ભારત ટ્રેનના ભાડાની વાત કરીએ ચેર કાર કેટેગરીનું એક હજાર 275 રૂૂપિયા જ્યારે એક્ઝિક્યુટીવ કોચનું બે હજાર 300 રૂૂપિયા ભાડુ રહેશે. જ્યાં એક તરફ સોમનાથ એક્સપ્રેસ ટ્રેન સાબરમતીથી વેરાવળ પહોંચવા માટે આઠ કલાક અને અન્ય ટ્રેનો લગભગ આઠ કલાકને 20 મિનિટ જેટલો સમય લે છે.. તેની સામે વંદે ભારત ટ્રેન ફક્ત છ કલાકને 55 મિનિટમાં સાબરમતીથી વેરાવળ પહોંચશે. જેથી યાત્રિકોનો લગભગ 95 મિનિટ જેટલો સમયનો બચાવ થશે.. યાત્રિકો વંદે ભારત ટ્રેન માટે PRS કાઉન્ટર અને IRCTC વેબસાઈટ પરથી ટિકિટ મેળવી શકશે.
વડાપ્રધાનના હસ્તે મેઇડ ઇન દાહોદ લોકોમોટિવ એન્જિનનું લોકાર્પણ
દાહોદ ખાતે 20 હજાર કરોડના ખર્ચે રેલ્વે પ્રોડક્શન યુનિટનું નિર્માણ થયું છે, જેમાં બનેલા 9000 એચપીના પ્રથમ લોકોમોટિવ એન્જિનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ છે. દાહોદ ખાતે પીપીપી મોડલ પર તૈયાર થયેલા રેલ કારખાનામાં 10 વર્ષમાં 1200 એન્જિન તૈયાર કરવામાં થશે અને ભવિષ્યમાં તેને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવશે. દાહોદમાં બનેલા લોકોમોટિવ એન્જિનને આગામી સમયમાં 100% મેઇક ઇન ઇન્ડિયાના તર્જ પર બનાવવામાં આવશે. આ લોકોમોટિવ એન્જિનની ખાસિયત એ છે કે, તે 4600 ટનના કાર્ગો વહન કરવાની ક્ષમતા ધરાવે છે. એન્જિનમાં પ્રથમ વખત ચાલક માટે એસી તેમજ ટોયલેટ મૂકવામાં આવ્યા છે. આ સાથે દુર્ઘટનાથી બચવા માટે કવર સિસ્ટમ પહેલેથી જ લગાવવામાં આવ્યા છે.