For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બાકી રકમ ચૂકવવાની ખાતરી મળતાં હોસ્પિટલમાં PM -JAY સારવાર શરૂ રહેશે

05:05 PM Feb 26, 2024 IST | Bhumika
બાકી રકમ ચૂકવવાની ખાતરી મળતાં હોસ્પિટલમાં pm  jay  સારવાર શરૂ રહેશે

આયુષ્યમાન કાર્ડ યોજનામાં સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલોને રકમ નહીં ચુકવતા સોમવારથી યોજના અંતર્ગત સારવાર નહીં કરવાનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ ફરી સરકાર સાથે બેઠક થતા યોગ્ય કરવાની ખાતરી આપતા ખાનગી હોસ્પિટલના ડોકટર એસોસીએશન દ્વારા હડતાળનું એલાન પરત ખેંચવામાં આવ્યું હતું. રાજયની ખાનગી હોસ્પીટલોમાં કાર્ડ અંતર્ગત સારવાર આપવામાં આવી રહી છે. દર્દીઓએ પણ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

એમ્પેનલ્ડ હોસ્પિટલોએ ગત સપ્તાહે હડતાલની ચિમકી અપાઈ હતી. PM-JAYયોજના હેઠળ એમ્પેનલ્ડ હોસ્પિટલોના સંચાલકો, ડોક્ટરોએ 26 ફેબ્રુઆરીને સોમવારથી ચાર દિવસ માટે હડતાલ પાડવાનું એલાન પાછુ ખેંચ્યુ છે. લાંબા સમયથી આ યોજના હેઠળ દર્દીની સારવાર, ઓપરેશન કર્યા બાદ સરકાર દ્વારા બિલની ચૂકવણી ન થતા એમ્પેનલ્ડ હોસ્પિટલોએ ગત સપ્તાહે હડતાલની ચિમકી અપાઈ હતી. જો કે, છેલ્લ બે દિવસથી સરકારમાં મંત્રીઓ, સચિવો સાથે ચાલી રહેલી વાટાઘાટોને અંતે ચિમકી પાછી ખેંચી લેવાઈ છે.

ખાનગી હોસ્પિટલ એસોસિએશનના પ્રતિનિધીઓ, તબીબો અને સરકાર વચ્ચે નિયત સમાધાનની ફોર્મ્યુલા મુજબ બાકી પેમેન્ટનો પેશન્ટ વાઈઝ ડેટા દરેક હોસ્પિટલને બે ત્રણ દિવસમાં ઈમેલ દ્વારા મોકલવામાં આવશે. તેના આધારે શુક્રવાર સુધીમાં બાકી નિકળતી રકમ (બીલ)ની ચૂકવણી પણ કરી દેવામાં આવશે. ઉપરાંત ક્લેઈમ વેળાએ થતા રિજેક્શન, ડિડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ કરાય તેના માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તેમજ PM-JAYએમ્પેનલ્ડ હોસ્પિટલના સંગઠનના સભ્યો સહિતના હિતધારકો વચ્ચે નિયમિત બેઠકો યોજીને પ્રશ્નો ઉકેલાશે. તેવી બાહેંધરી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, આરોગ્ય અગ્રસચિવ, કમિશનર અને ઈન્સ્યોરન્સ કંપનીના અધિકારીઓ તેમજ અખઅના પ્રસિડેન્ટ, સેક્રેટરી સહિતના ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.PM-JAYયોજના હેઠળની હોસ્પિટલોના ક્ધવીનર ડોક્ટર રમેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત ક્લેમ વખતે કરવામાં આવતા રિજેક્શન, ડીડક્શન અને અન્ય પ્રશ્નોના ઉકેલ માટે તાત્કાલિક રીતે સમસ્યાનું નિરાકરણ આવે એ માટે સ્ટેટ હેલ્થ ઓથોરિટી તથા ઙઊઙઇંઅૠ ના સભ્યોની વચ્ચે નિયમિત મિટિંગો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

Advertisement

આ રીતે PM-JAYયોજનાને વધુ ને વધુ કાર્યક્ષમ બનાવવાની બાહેધરી આપવામાં આવી છે. આથી ઙઊઙઇંઅૠ ના સભ્યો દ્વારા સરકારની આ પહેલને લીધે બધા જ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી આવી જશે. દરેક હોસ્પિટલ નિયમિતપણે PM-JAYયોજના હેઠળ 26 થી 29 ફેબ્રુઆરી દરમિયાન પણ સારવાર ચાલુ જ રાખશે એવું જાહેર કર્યુ છે.

બોગસ બિલ બનાવનાર સામે કાર્યવાહી થશે: મંત્રી માંડવિયા
રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાત માટે રૂૂપિયા 48,000 કરોડના વિકાસકામોની ભેટ આપી હતી. જેમાં 10 પાવર પ્રોજેક્ટ, 25,500 કરોડથી વધુ પ્રોજેક્ટોના ખાતમુહૂર્તો અને 5 એઇમ્સ સહિતના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આરોગ્ય અને રસાયણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના કાર્ડમાં ગોટાળાઓ કરનારાઓને ચેતવણી આપી હતી. તેમણે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, કોઈ પણ હોસ્પિટલ બોગસ બિલ બનાવશે તો વિજીલન્સ તપાસ કરવામાં આવશે. તેમજ કડક કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement