ગુજરાતમાં 8 હજાર કરોડના પ્રકલ્પોના લોકાર્પણ-ખાતમુુહૂર્ત કરતા PM
મહાત્મા મંદિર ખાતે ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટનું ઉદ્ઘાટન અને મેટ્રો રેલને લીલીઝંડી
જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક લાખ કાર્યકર્તાઓને સંબોધન, આવતીકાલે સવારે ઓડિશા જવા રવાના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે તેમના ગુજરાતમાં પ્રવાસના બીજા દિવસે રૂા. 8 હજાર કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યા હતા સવારે 10:30 કલાકે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સુર્યઘર મફત વિજળી યોજના લાભાર્થીઓ સાથે સંવાદ કરી ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મીટર એન્ડ એકસ્પોનું ઉદ્ઘાટન કર્યુ હતું.
આ ઉપરાંત બપોરે 1:45 કલાકે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરી ગાંધીનગર એક્ટર 1થી ગિફ્ટ સિટી મેટ્રોસ્ટેશન સુધી મેટ્રોની સવારી કરી હતી. આ સાથે તેમણે અમદાવાદ-ભૂજ સહિત દેશની છ વંદે મેટ્રો ટ્રેનને પણ લીલીઝંડી આપી હતી.
જ્યારે બપોરે 3:30 વાગ્યે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રૂા. 8 હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ-શિલાન્યાસ કરી કાર્યકરોને સંબોધન કર્યુ હતું.
વડાપ્રધાન મોદી 3 દિવસ ગુજરાત મુલાકાતે છે. પીએમ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ પહેલી વખત ગુજરાત આવ્યા છે. આજે પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડમાં વિશાળ સભા સંબોધી હતી. આ પૂર્વે પ્રધાનમંત્રીના કાર્યક્રમની વાત કરીએ તો ગાંધીનગરના સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજનાના લાભાર્થીઓ સાથે તેઓ ચર્ચા કરી સવારે 10:30 વાગ્યે રીન્યુએબલ એનર્જી સમિટની શરૂૂઆત કરાવી અને ત્યારબાદ બપોરે 1:45 વાગ્યે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો સેવાને લીલી ઝંડી આપી હતી.
સાથો સાથ સેક્ટર 1થી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં મુસાફરી પણ કરી હતી. તો 3:30 વાગ્યે અમદાવાદમાં 8 હજાર કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યુ હતું. જ્યારે આવતી કાલે 17 સપ્ટેમ્બરે ઓડિશા જવા રવાના થશે.
વડાપ્રધાન મોદીએ આજે સવારે વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીકથી નિર્મિત દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન, ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, એલઈડી લાઈટીંગ વ્યવસ્થા, ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં રહેતા નાગરિકો માટે વધુ એક આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો રેલ નેટવર્કના બીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ રૂૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.