For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કૃપયા ધ્યાન દે : રાજકોટને મળશે બે માળનું એન્ટિક રેલવે સ્ટેશન

04:53 PM Feb 22, 2024 IST | Bhumika
કૃપયા ધ્યાન દે   રાજકોટને મળશે બે માળનું એન્ટિક રેલવે સ્ટેશન
  • વડાપ્રધાનના હસ્તે 26મીએ ડિવિઝનના 12 રેલવે સ્ટેશનના પુન:વિકાસનો શિલાન્યાસ, ઉદ્ઘાટન

ભારતીય રેલવે મંત્રાલય દ્વારા દેશના રેલવે સ્ટેશનોને વર્લ્કકલાસ ટચ આપવામાં આવશે. જેમાં રાજકોટ સહિત ડિવિઝનના 12 સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. તા.26મીએ વડાપ્રધાન દ્વારા પુન:વિકાસના કાપનું ઉદ્ઘાટન અને શિલન્યાસ કરવામાં આવશે. રાજકોટના રેલવે સ્ટેશનને એન્ટીક લૂક આપવામાં આવ્યો છે. જેમાં રાજકોટ રેલવે સ્ટેશન બે માળનુ અતિ આધુનિક સુવિધાવાળું બનાવવામાં આવશે.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 ફેબ્રુઆરી, 2024 (સોમવાર)ના રોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 551 સ્ટેશનોના પુન:વિકાસ અને 1500 રોડ ઓવરબ્રિજ/અંડરપાસ નું શિલાન્યાસ/ઉદઘાટન કરવા માટે રૂૂ. 40,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. જેમાં રાજકોટ રેલવે ડિવિઝન ના 12 સ્ટેશનોના પુન:વિકાસનો શિલાન્યાસ, 11 રોડ ઓવરબ્રિજ/અંડરપાસ નું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસ નું ઉદ્ઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.

રાજકોટ ડિવિઝનના 12 સ્ટેશનનો પુન:વિકાસ કરવામાં આવશે જેમાં રાજકોટ, જામનગર, મોરબી, વાંકાનેર, ભાટિયા, ખંભાળિયા, દ્વારકા, હાપા, પડધરી, કાનાલુસ, થાન અને ઓખા સ્ટેશનનો સમાવેશ થાય છે. આ તમામ સ્ટેશનોના પુન:વિકાસનો કુલ ખર્ચ આશરે 181.42 કરોડ રૂૂપિયા છે. આ સાથે ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ ડિવિઝનમાં ખંડેરી, ખંભાળિયા, ઓખામઢી, પીપલી, હાપા, જામવંથલી, સિંધાવદર, વાણીરોડ, મોડપુર, ચણોલ, હડમતિયા, લીલાપુર, જગડવા અને લાખામાંચી માં 11 રોડ ઓવરબ્રિજ/અંડરપાસ નું શિલાન્યાસ અને 9 રોડ અંડરપાસનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તમામ ઓવરબ્રિજ/અંડર બ્રિજના નિર્માણનો કુલ ખર્ચ આશરે રૂૂ. 175.25 કરોડ છે.

Advertisement

રેલવે સ્ટેશનોના આધુનિકીકરણ અને સુવિધાઓમાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે, ભારત સરકારે મોડ્યુલર કોન્સેપ્ટ પર વિશ્વ કક્ષાના રેલવે સ્ટેશનના નિર્માણનો પ્રોજેક્ટ શરૂૂ કર્યો છે, જે અંતર્ગત તેને એક ભવ્ય અને વિશ્વ કક્ષાના સ્ટેશન તરીકે પુન:વિકાસ કરવામાં આવશે. -ધ-આર્ટ સુવિધાઓ. સ્ટેશનમાં વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ, બુકિંગ અને પાર્સલ ઓફિસ, લિફ્ટ, એસ્કેલેટર, કોન્સર્સ, એસી વેઇટિંગ રૂૂમ, અનુકૂળ પાર્કિંગ, આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ, એન્નૌંસમેંટ સિસ્ટમ, વાઇ-ફાઇ, આધુનિક ઈઈઝટ સિસ્ટમ, પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે.

ભારતીય રેલવે સ્ટેશનોનું અભૂતપૂર્વ પરિવર્તન દરેક ભારતીયને ગર્વ કરાવશે અને જે ઝડપે પરિવર્તન થયું છે તેનાથી દરેક પ્રવાસીને આશ્ચર્ય થશે. એક તરફ, મુસાફરોને સ્ટેશનો પર અત્યાધુનિક સુવિધાઓનો લાભ મળશે, તો બીજી તરફ રોડ ઓવરબ્રિજ/અંડરપાસ ના નિર્માણથી લોકોને રેલવે ટ્રેક ક્રોસ કરવામાં સગવડ મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement