વિમાન દુર્ઘટના, વિરાટ અનુષ્કાનો ભાવુક સંદેશ
અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાનમાં સવાર તમામ 242 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. વિરાટ કોહલી અને તેમની પત્ની અનુષ્કા શર્માએ પણ આ દુ:ખદ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. વિરાટને આ દુર્ઘટનામાં તમામ 242 લોકોના મૃતદેહ જોઈને આઘાત લાગ્યો છે તેમણે તમામ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. બીજી તરફ અનુષ્કા શર્માએ પણ એક ભાવનાત્મક સંદેશ શેર કર્યો છે.
કોહલીએ પોસ્ટ કરી વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી અને કહ્યું આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી આઘાત લાગ્યો છે. હું તેનાથી પ્રભાવિત થયેલા તમામ લોકોના પરિવારો માટે પ્રાર્થના કરું છું. બીજી તરફ, અનુષ્કા શર્માએ લખ્યું, આજે અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાના સમાચાર સાંભળીને ખૂબ જ દુ:ખ થયું. મારા વિચારો અને પ્રાર્થનાઓ બધા સાથે છે.
વિરાટ અને અનુષ્કા પહેલા, ક્રિકેટ સાથે સંકળાયેલી ઘણી મોટી હસ્તીઓએ આ દુ:ખદ ઘટના પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ મુશ્કેલ સમયમાં બધાએ અસરગ્રસ્ત લોકો અને તેમના પરિવારો માટે શાંત્વના પાઠવી છે.